33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મેઘરજના નીલકંઠ નજીક બે બાઈક ભટકતા દંપતી નંદવાયું, પત્નીની આંખો...

અરવલ્લી : મેઘરજના નીલકંઠ નજીક બે બાઈક ભટકતા દંપતી નંદવાયું, પત્નીની આંખો સામે યુવકે દમ તોડ્યો, પત્ની સારવાર હેઠળ

0
179

અરવલ્લી જીલ્લામાં બેફામ ગતિએ હંકારતા વાહનચાલકોને પગલે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે રાજસ્થાનના શેકારી ગામનો યુવક તેની પત્ની સાથે બાઈક પર ભિલોડા સાસરી જતા મેઘરજના નીલકંઠ પાસે બે બાઈક સામ-સામે ભટકતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પત્ની સહીત અન્ય બે બાઈક સવાર યુવકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા ઇસરી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

રાજસ્થાનના સીમલવાડા શેકારી ગામના પ્રકાશભાઈ વણજારા નામનો યુવક તેની પત્ની સાથે ભિલોડા સાસરીમાં બાઈક લઈને આવી રહ્યો હતો મેઘરજના નીલકંઠ ગામ નજીક બાઈક લઈને પસાર સામેથી બેફામ ગતિએ આવતી બાઈકે દંપતીને બાઈકને ધડાકાભેર ટક્કર મારતા બાઈકના આગળના ભાગના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા બાઈક સવાર પ્રકાશ વણજારાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તેમની પત્નીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી સામેની બાઈક પર સવાર બે યુવકો રોડ પર પટકાઈ જતા ઈજાઓ પહોંચી હતી અકસ્માતના પગલે દોડી આવેલ ઇસરી પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી ત્રણે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડી દીધા હતા મૃતક યુવકની પત્નીની સ્થિતિ ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી મૃતક યુવકના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવી રોક્કોકળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. ઇસરી પોલીસે રાજસ્થાન સીમલવાડાના સદીયા કોદર વણજારાની ફરિયાદને આધારે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!