32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત છોટાઉદેપુર: નસવાડીના દામણીયાઆંબા ખાતે 8માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ, અધિકારીઓએ ગ્રામજનોને આપી સેવા

છોટાઉદેપુર: નસવાડીના દામણીયાઆંબા ખાતે 8માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ, અધિકારીઓએ ગ્રામજનોને આપી સેવા

0
195

સરકાર દ્વારા ઘર આંગણે સેવાઓ આપવા માટે શરૂ કરેલા સેવા સેતુ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં આયોજિત કરવામાં આવી રહ્યા છે આ વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં પણ સેવા સેતુના અલગ-અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ દામણીયાઆંબા ગામે યોજવામાં આવ્યો હતો, જેમાં તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રામજનોને સરકારી સેવાઓનો લાભ ઘર આંગણે આપ્યો હતો.

નસવાડી તાલુકાના દામણીયાઆંબા ગામે આયોજિત સેવા સેતુમાં 14 જેટલા ગામના લોકોના વિવિધ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ લાવવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ પ્રશ્નોનું નિરાકરણ લાવી તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિશેષ સેવાઓ આપવામાં આવી હતી. આ સાથે જ શતાયુ મતદારોને શુભેચ્છા પત્રક એનાયત કરવામાં આવ્યા હતા. નસવાડી તાલુકામાં યોજવામાં આવેલા 8માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં નસવાડી મામલતદાર અને ટીડીઓ ખાસ ઉપસ્થિત રહીને ગ્રામજનોને વિવિધ સેવાઓની જાણકારી સાથે તેના લાભ અને લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.

અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!