32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home વિડીયો છોટાઉદેપુર: નસવાડીની એસ.બી.સોલંકી સ્કૂલમાં ગરબા મહોત્સવ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગરબે ઘૂમ્યા

છોટાઉદેપુર: નસવાડીની એસ.બી.સોલંકી સ્કૂલમાં ગરબા મહોત્સવ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગરબે ઘૂમ્યા

0
349

છોટાઉદેપુર જિલ્લામાં નવલી નવરાત્રીનો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નસવાડીની એસ.બી. સોલંકી સ્કૂલમાં નવરાત્રી મહોત્સની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નવરાત્રીની રમઝટ બોલાવી હતી. નવરાત્રી નિમિત્તે આયોજિત ગરબા મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ પરિધાનાં સજ્જ થઇને ગરબે ઘૂમ્યા હતા. આ પહેલા માતાજીની આરતીનું પણ આયોજન કરાયું હતું, જેમાં શાળા પરિવારનો સભ્યો જોડાયા હતા.

ગુજરાતાં નવરાત્રી મહોત્સની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ નવરાત્રીની ઉજવણી કરાઈ રહી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નવરાત્રીના પર્વની ઉજવણી કરાઈ રહી છે. આ વચ્ચે શાળા-કોલેજ સહિત વિવિધ સંસ્થાઓમાં પણ નવરાત્રી નિમિત્તે ગરબાના આયોજનો થઈ રહ્યા છે.

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!