32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home વિડીયો મોડાસાની કલરવ સ્કૂલમાં નાના ભૂલકાઓ ગરબે ઘૂમ્યા, શાળા પરિસરમાં ગરબા મહોત્સવ

મોડાસાની કલરવ સ્કૂલમાં નાના ભૂલકાઓ ગરબે ઘૂમ્યા, શાળા પરિસરમાં ગરબા મહોત્સવ

0
211

ગુજરાતમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મોડાસા ખાતે આવેલ કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં નાના ભૂલકાઓ ગરબે ઘૂમ્યા હતા, અને માતાજીની આરાધના કરી હતી.

મોડાસાની કલરવ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્લે ગૃપ, જુનિયર કે.જી. અને સીનિયર કે.જી. ના બાળકો માટે ગરબા મહોત્સનું આયોજન કર્યું હતું, જેમાં શાળાના તમામ બાળકો ટ્રેડિશનલ ડ્રોસમાં આવ્યા હતા અને ગરબા મહોત્સવમાં ભાગ લીધો હતો. આ પહેલા માતાજીની આરતી કરવામાં આવી હતી, જેમાં શાળાના શિક્ષકો અને મંડળના પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

બાળકો માટે આયોજિત કરાયેલા ગરબા મહોત્સવને લઇને નાના ભૂલકાઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. બાળકો પર ખુશીથી ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!