38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ટિમલી કિંગ કમલેશ બારોટે ખેલૈયાઓને મનમુકીને ગરબે ઘૂમાવ્યા, મોડાસામાં છેલ્લા નોરતે ભરપૂર...

ટિમલી કિંગ કમલેશ બારોટે ખેલૈયાઓને મનમુકીને ગરબે ઘૂમાવ્યા, મોડાસામાં છેલ્લા નોરતે ભરપૂર રમઝટ, જુઓ વીડિયો

0
236

રાજ્યમાં નૂમના દિવસે છેલ્લા નોરતે ખેલૈયાઓએ મનમુકીને ગરબે ઘૂમ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિવિધ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ છેલ્લા દિવસે પરોઢ સુધી નવરાત્રી મહોત્સવમાં જોડાઈને માતાજીની આરાધના કરી હતી.

જુઓ વીડિયો 

મોડાસાના રમઝટ નવરાત્રી મહોત્સવમાં છેલ્લા નોરતે ટિમલી કિંગ કમલેશ બારોટે ખેલૈયાઓને મોજ કરાવી હતી. કમલેશ બારોટ આવવાના હોઈ મોટી સંખ્યામાં શહેરીજનો રમઝટ નવરાત્રી મહોત્સવમાં આવી પહોંચતા ભારે ભીડ જામી હતી અને મેદાન ખેલૈયાઓથી ભરચક થયું હતું. છેલ્લા દિવસે આયોજકો દ્વારા ખેલૈયાઓનું સ્વાગત કરીને નવરાત્રી મહોત્સવને યાદગાર બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!