29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું સ્ટીકર ચોંટાડી મહિન્દ્રા કેમ્પરમાં દારૂની હેરાફેરી, 68...

અરવલ્લી : ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું સ્ટીકર ચોંટાડી મહિન્દ્રા કેમ્પરમાં દારૂની હેરાફેરી, 68 બોટલ દારૂ સાથે બે ખેપીયાને ઝડપ્યા   

0
142

અરવલ્લી : ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું સ્ટીકર ચોંટાડી મહિન્દ્રા કેમ્પરમાં દારૂની હેરાફેરી,68 બોટલ દારૂ સાથે બે ખેપીયાને ઝડપ્યા

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર સતત બુટલેગરોની ખેપ નિષ્ફ્ળ બનાવી રહી છે બુટલેગરો વિવિધ વાહનો મારફતે નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પરથી ઓન ડ્યુટી

એન.એચ.એસ.આર.સી.એલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી મહિન્દ્રા કેમ્પર કારમાંથી 27 હજારથી વધુનો વિદેશી દારૂ સાથે બે બુટલેગરોને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પીએસઆઈ વી.વી.પટેલ અને તેમની ટીમે અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી મહિન્દ્રા કેમ્પર ગાડીને અટકાવી તલાસી લેતા પાછળના ભાગેથી વિદેશી દારૂ-બિયર ટીન નંગ- 68 કીં.રૂ.27660/- નો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી મહિન્દ્રા કેમ્પર ગાડીના ચાલક નેમારામ હેમારામ જાટ અને રામસ્વરૂપ દાનારામ જાટ (બંને,રહે.રાજસ્થાન) ને ઝડપી પાડી વિદેશી દારૂ, મોબાઈલ અને કેમ્પર ગાડી મળી રૂ.3.31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!