38 C
Gujarat
Sunday, July 12, 2026
Home શિક્ષણ ઘાંચી હાઇસ્કુલ મોડાસામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

ઘાંચી હાઇસ્કુલ મોડાસામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

0
443

શાળામાં ધોરણ 10 અને12ની બોર્ડની પરીક્ષાઓ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવતું હોય છે, ત્યારે વિદ્યાર્થીઓને વાંચન માટે વિદાય સમારોહ આયોજિત કરાતો હોય છે. મોડાસાની  ધી.એમ.આર.ટી. સી. ઘાંચી હાઇસ્કુલ મોડાસા ખાતે ધો.10 ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

ધી ઘાંચી હાઈસ્કૂલ ખાતે આયોજિત વિદાય સમારોહમાં સંસ્થાના પ્રમુખ સિકંદરભાઈ સુથાર (રાજાબાબુ), સેક્રેટરી મો.હનીફભાઈ સીધવા, ઉપપ્રમુખ અ.રજ્જાકભાઈ ખાનજી, જૉ.સેક્રેટરી આરીફભાઈ (ભાણીયાભાઇ) ગુજરાતી અને શિ.સમિતિ ચેરમેન સઇદ અહેમદ ભુરા તથા શિ.સમિતિ સભ્ય રહીમભાઈ બાંડી હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત તિલાવત શાળાના શિક્ષક અ.કાદીર ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. મંડળના સભ્યો અને શાળાના શિક્ષકો દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને સારું પરિણામ મેળવી ભવિષ્યમાં સારા હોદ્દા ઉપર બિરાજમાન થઈ ઘાંચી હાઈસ્કૂલનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ઈર્શાદ હુસેન કાજી અને કન્વીનર રીયાજભાઈ બાયડીયા, હબીબુરરહેમાન એફ. શેખ અને સોહીલ મલેક ની દોરવણી હેઠળ કરવામાં આવ્યું હતું. એનાઉન્સર તરીકે શાળાની શિક્ષિકા મુસ્તકીમાબેન લીમડાએ જવાબદારી નિભાવી હતી. તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત શાળાની શિક્ષિકાઓ શબનમબેન ઇપ્રોલીયા અને આભાર સાહેબાનબેન સાબલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાનો તમામ સ્ટાફ પણ હાજર રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!