28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત, જાણો સમગ્ર કાર્યક્રમ

વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત, જાણો સમગ્ર કાર્યક્રમ

0
202

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજકીય પાર્ટીઓના આગેવાનોનો ગુજરાત પ્રવાસ શરૂ થઇ ગયો છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હવે રંગ પકડી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના પ્રવાશે આવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે.

આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે 30 ઓક્ટોબરે ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. 30 મી ઓક્ટોબરે બનાસકાંઠાના થરાદ તથા થરાદમાં સિંચાય વિભાગના એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. સરદાર પટેલની જન્મ જયંતિના દિવસે વડાપ્રધાન ગુજરાતનાં પ્રવાસે રહેશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા ખાતે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં નવા પ્રોજેક્ટનું ખામુહૂર્ત અને લોકાર્પણ કરશે.

ગુજરાતમાં આગામી સમયમાં 182 બેઠકો પર તેમના દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતો સંવાદ પણ પ્લાન થઈ ગયો છે. આગામી 1 નવેમ્બરે તેઓ 182 વિધાનસભા બેઠકો પર રહેલા પેજ સમિતિના કાર્યકરો અને નેતાઓ મળી કુલ દોઢેક કરોડ કાર્યકરોને તેઓ સંબોધિત કરવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!