32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસાના કોલેજ રોડ પર કારમાં આગ ભભૂકતા બળીને ખાક

અરવલ્લી: મોડાસાના કોલેજ રોડ પર કારમાં આગ ભભૂકતા બળીને ખાક

0
163

મોડાસાના ધનસુરા રોડ પર આવેલી સીમરન પાર્ક સોસાયટીમાં પાર્ક કરેલી કારમાં આગ લાગતા અફરા-તફરી મચી જવા પામી હતી. કારમાં આગ લાગવાની ઘટના શુક્રવારના રોજ બપોરના અરસામાં બની હતી જ્યાં ઘર આગળ પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી હતી. સામાન્ય લાગેલી આગે અચાનક વિકારળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ બેકાબૂ બની હતી.

મોડાસાના કોલેજ રોડ પર આવેલી સીમરન પાર્કમાં કારમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. કાર માલીક કારને ઘર આગળ પાર્ક કરી,  જેમાં એકા એક ધુમાડા નીકળતા સોસાયટીના આસપાસના રહીશો દોડી આવ્યાં હતા અને તરત મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. મોડાસા ફાયર વિભાગ ઘટના સ્થળે આવી કારમાં લાગેલી આગ બુજાવી હતી. જોમાં કારનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. પરંતુ ફાયર વિભાગ સમયસર પહોંચી જઈ પાણીનો મારો ચલાયો હતો જેથી કાર સંપૂર્ણ બળવાથી બચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!