32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ‘ટ્રાફિક પોલીસ 21 થી 27 ઓક્ટોબર સુધી દંડ વસૂલશે નહીં’, ગુજરાતના ગૃહમંત્રી...

‘ટ્રાફિક પોલીસ 21 થી 27 ઓક્ટોબર સુધી દંડ વસૂલશે નહીં’, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત

0
167

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ લોકોને એક સપ્તાહ સુધી દંડ ફટકારવામાં નહીં આવે. ગૃહરાજ્યમંત્રીની આ જાહેરાતને લઇને રાજકીય નેતાઓએ ટ્વીટ કરીને ટીકાઓ પણ કરી છે.
સુરતમાં એક કાર્યક્રમમાં બોલતા ગુજરાતના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને કારણે ટ્રાફિક પોલીસ 21 થી 27 ઓક્ટોબર સુધી નિયમોના ઉલ્લંઘન માટે દંડ વસૂલશે નહીં. તેમણે કહ્યું કે જો કોઈ નાગરિક હેલ્મેટ કે લાયસન્સ વિના કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતો પકડાય તો, તેમને જરૂરી સૂચનો અથવા તો માર્ગદર્શન આપવામાં આવશે.

ગુજરાતના ગૃહમંત્રીએ એમ પણ કહ્યું હતું કે આનો અર્થ એ નથી કે તમે (જાહેર) ટ્રાફિકના નિયમોનું પાલન ન કરો, પરંતુ જો તમે ભૂલ કરશો તો તેના માટે કોઈ દંડ થશે નહીં. હર્ષ સંઘવીની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. કેટલાક યુઝર્સે તેને ચૂંટણીનો ખેલ ગણાવ્યો છે.


ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરીને કહ્યું કે, ચૂંટણી કંઈ પણ થઈ શકે છે. રાષ્ટ્રીય લોક દળ (RLD)ના વડા જયંત સિંહ ચૌધરીએ આરોપ લગાવ્યો કે ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર મત માટે લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!