32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines દારૂની બોટલો ભરેલી કારે જીપને ટક્કર મારી : કારમાં પોલીસકર્મી અને તેના...

દારૂની બોટલો ભરેલી કારે જીપને ટક્કર મારી : કારમાં પોલીસકર્મી અને તેના મિત્રો હોવાની ચર્ચા, નશામાં ચકનાચૂર કે પછી દારૂની ખેપની…!!

0
235

અકસ્માતનો ભોગ બનેલ મુસાફરોએ કારમાંથી બોટલ લઇ બોટલ સાથે કારમાં સવાર લોકો નશામાં હોવાનો આક્ષેપનો વિડીયો વાયરલ
ટેમ્પો ટ્રાવેલર જીપને ટક્કર મારનાર અલ્ટો કારમાં સવાર યુવક પોલીસકર્મીને હોવાની ચર્ચા વચ્ચે તેને બચાવવા અગ્રણીઓના હવાતિયાં…!!
અકસ્માત સ્થળે પહોંચેલા સ્થાનિકોએ અકસ્માતનો વિડીયો વાયરલ કરતા પોલીસ હરકતમાં

થર્ટી ફર્સ્ટ હોય કે નૂતન વર્ષાભિનંદન દારૂ પીવાના રસિયાઓ ગમે તે બહાનું બનાવી જામ છલકાવી છાકટા બને છે તહેવાર ટાણે રાજસ્થાનમાં દારૂની મહેફીલ માણી પરત ગુજરાતમાં ફરતા નશેડીઓ નશામય હાલતમાં વાહનો હંકારી નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લઇ અકસ્માત સર્જી ભોગ લઇ રહ્યા છે મોડાસાના ટીંટોઈ નજીક બેફામ કાર હંકારી ટેમ્પો ટ્રાવેલર ગાડીને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અકસ્માતનો ભોગ બનેલ જીપમાં સવાર મહિલાએ કાર ચાલક સહીત 4 યુવકો નશાની હાલતમાં હોવાનું અને કારમાં દારૂની બોટલો પડી હોવાનું જણાવ્યું હતું.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઈજાગ્રસ્ત યુવક પોલીસ હોવાનો રોફ જમાવતા અને અન્ય પોલીસકર્મીઓ ખાનગી ડ્રેસમાં બચાવ માટે દોડી આવ્યા હતા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી (વાયરલ વીડિયોની મેરા ગુજરાત પુષ્ટી નથી કરતુ)પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા-શામળાજી હાઇવે પર ટીંટોઈ ફૂટા પાસે અલ્ટો કારે રોંગ સાઈડ ધસી જઈ ટેમ્પો ટ્રાવેલર જીપને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલક સહીત 4 યુવકો નશામાં ચકનાચૂર હોય તેવું વર્તન કરતા લોકોમાં ભારે રોષ છવાયો હતો અકસ્માતના ઘટનાસ્થળ ના વિડીયો સ્થાનીક યુવકોએ સોશ્યલ મીડિયા મારફતે પોલીસ અધિકારી ને મોકલી આપતાં પોલીસ દોડતી થઇ હતીમહીસાગર જીલ્લાના કડાણા પંથકનો પરિવાર નવા વર્ષમાં માં અંબાના દર્શનાર્થે ટેમ્પો ટ્રાવેલર જીપ લઈને અંબાજી તરફ જઈ રહ્યો હતો ટેમ્પો ટ્રાવેલર ટીંટોઈ નજીકથી પસાર થતા રોંગ સાઈડ બેફામ ગતિએ અલ્ટો હંકારનાર ચાલકે ધડાકાભેર ટક્કર મારતા ભારે અફડાતફડી મચી હતી ટેમ્પો ટ્રાવેલરમાં સવાર 4 મુસાફરો ઈજાગ્રસ્ત થતા ખાનગી વાહન મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા જેમાં એક વૃદ્ધા ગંભીર ઈજાગ્રસ્ત હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતુંરોંગ સાઈડમાં બેદરકારીથી વાહન ચલાવનાર નશાખોર કાર ચાલક અને કારમાં મુસાફરી કરનાર ચાર જેટલા યુવકો કાર મૂકીને ફરાર થઇ ગયા હતા. કારમાંથી દારૂની બોટલો મળી આવી તેથી કહી શકાય કે ફરાર થઇ જનાર 4 જેટલા લોકો નશામાં હશે. આમ, ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પણ દારૂ મળે છે એ પુરવાર થાય છે.

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

મેરા ગુજરાત પ્લેટફોર્મ પર જાહેરાત આપવા સંપર્ક કરો :-  73836 31531

જાહેરાત માટે આકર્ષક ઓફર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!