37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home એન્ટરટેનમેન્ટ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પુત્ર આરુષનું રેપ સોંગ, ‘લંડન જઇશ, દુનિયાભરની હોટલમાં...

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પુત્ર આરુષનું રેપ સોંગ, ‘લંડન જઇશ, દુનિયાભરની હોટલમાં રહીશ, ગુજરાતી છું ગુજરાતી રહીશ’

0
986

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેટલા લોકો વચ્ચે એક્ટિવ છે જેટલો તેમનો પુત્ર પણ ભણવા અને અલગ-અલગ પ્રવૃત્તિઓમાં આગળ પડતો છે. હર્ષ સંઘવીનો પુત્રો હાલ સોશિયલ મીડિયામાં છવાયો છે, કારણ કે, તેણે એક ગુજરાતી રેપ સોંગ ગાયું છે અને તે પણ સૌકોઇ ગુજરાતના હ્રદયસ્પર્શ કરે તેવું છે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો તેમના પુત્ર આરુષનો શેર કર્યો છે, જેમાં તેણે ગુજરાતી રેપ સોંગ ગાયું છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યું છે. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ વીડિયો શેર કરતા લખ્યું કે, આનાથી વધારે ગર્વ ન અનુભવી શકું.

આરુષ સંઘવી સુરતની ફાઉન્ટન હેડ સ્કૂલમાં અભ્યાસ કરે છે ત્યારે હાથમાં માઈક રાખીને રેપ સોંગ ગાતો વીડિયોમાં નજરે પડી રહ્યો છે, તે ગીત ગાય છે કે, ‘લંડન જઈશ, અમેરિકા જઈશ, દુનિયાભરની સારી સારી હોટલોમાં રહીશ, બધા હેલો હેલો કરશે, હું કેમ છો કહીશ, ગુજરાતી છું, ગુજરાતી રહીશ.’ આરુષ જ્યારે ગીત ગાતો હતો ત્યારે શાળાના સાથી મિત્રો પણ ઝૂમી ઉઠ્યા હતા અને તેને પ્રોત્સાહિત કરતા નજરે પડ્યા હતા.

જુઓ વીડિયો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!