33 C
Ahmedabad
Friday, May 3, 2024

શેર બજારમાં તેજીનો માહોલ : સેન્સેક્સમાં 982 અને નીફ્ટીમાં 278 આંકનો ઉછાળો, રશિયા-યુક્રેનના સકારાત્મક વલણની અસર !


યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સકારાત્મક વલણ સામે આવતા મુંબઇ શેર બજારમાં તેની અસર જોવા મળી અને શેર બજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો. રશિયા – યુક્રેન વાટાઘાટોમાં સકારાત્મક વલણ સામે આવતાં અને ફેડનાં 0.25 ટકાનાં વ્યાજ દર વધારાનાં સમાચાર વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં ભારે તેજી જોવા મળી રહી છે. આ સમાચારને ભારતીય શેરબજારો પણ વધાવી રહ્યા છે. BSEનો સેન્સેક્સ 982 આંકનાં ઉછાળા સાથે 57798 પર કારોબાર કરી રહ્યો છે. તો NSEનો નીફ્ટી 278 આંકનાં ઉછાળા સાથે 17254 પર કારોબાર કરી રહ્યો છે.

Advertisement

કંપની પ્રમાણે શેરના ભાવમાં આવેલી તેજીની વાત કરીએ તો IFB ઈન્ડીયા, ટ્રેન્ટ, ગોદરેજ પ્રોપર્ટી, અપોલો ટાયર્સ, વોલ્ટાસ અને HDFC ભારે તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. તો બીજી બાજુ બલરામપુર ચીની, અતુલ, સીપલા, ONGC અને ટાટા કોમ્યુનિકેશન કંપનીના શેરમાં પ્રોફીટ બુકીંગનું પ્રેસર જોવા મળતાં તેના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!