29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ મોડાસા ખાતે અડાઆઠમ દરજી સેવા સમિતિનું સ્નેહ સંમેલન, વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

મોડાસા ખાતે અડાઆઠમ દરજી સેવા સમિતિનું સ્નેહ સંમેલન, વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

0
204

દિવાળીના પર્વ નિમિત્તે નવા વર્ષની ઉજવણી પ્રસંગે અરવલ્લી જિલ્લા અડાઆઠમ દરજી સમાજનું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું. મોડાસાના જેસીસ હોલ ખાતે આયોજિત સ્નેહ સંમેલનનું આયોજન અડાઆઠમ દરજી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જેમાં સંમેલનના દાતાઓ હરેશભાઈ ડાહ્રાભાઈ દરજી(નાંદીસણ), રાજેશભાઈ તથા વિપુલભાઈ કમલભાઈ દરજી (ટીંટોઇ),  રાકેશભાઈ કાલીદાસ દરજી (રાયગઢ) નું મોમેન્ટો અને ફૂલછઢી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ધોરણ -12 પછી ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પોર્ટફોલિયો તેમજ ઉપસ્થિત સમાજના વયોવૃદ્ધ આગેવાનો કે જેમણે સમાજ માટે સેવા આપી છે તેવા વડીલોને શાલ અને ફૂલહારથી સન્માનિત કરાયા હતા.આ સંમેલનમાં આશરે 300 જેટલા જ્ઞાતિબંધુઓએ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને વડીલોને સમાજના લોકોને પ્રેરણા મળી રહે તે માટે દર વર્ષે આ પ્રકારે સ્નેહ મિલન કાર્યક્રમ અડાઆઠમ દરજી સમાજ દ્વારા કરવામાં આવતો હોય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!