37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ AAP માં ટિકિટને લઇને અસમંજસ, ભાજપના MLA કેસરીસિંહનું સ્વેગથી સ્વાગત કર્યું, મહિપતસિંહનું...

AAP માં ટિકિટને લઇને અસમંજસ, ભાજપના MLA કેસરીસિંહનું સ્વેગથી સ્વાગત કર્યું, મહિપતસિંહનું પત્તુ કપાશે…!!!

0
180

આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે જ નારાજગીઓ સામે આવી રહી છે ત્યારે ભાજપના સીટિંગ ધારાસભ્ય કેસરીસિંહ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા છે, આ અંગે ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. ભાજપે ગુરુવારે ઉમેદવારોના નામની જાહેરાત કરી ત્યારે માતર બેઠક પરથી સીટિંગ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પડતા મુક્યા અને કલ્પેશ પરમારને ટિકિટ આપી હતી. ત્યારબાદ કેસરીસિંહ અને તેમના સમર્થકો નારાજ હતા. જોકે તેઓ પક્ષ પલટો કરશે તેવી અટકળો ચાલતી હતી અને આ અટકળો સાચી પણ પડી. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા દ્વારા તેઓને આમ આદમી પાર્ટીમાં જોડીને અભિનંદન પાઠવ્યા હતા.

આ પહેલા આમ આદમી પાર્ટીએ માતર બેઠક પરથી મહિપતસિંહને ટિકિટ આપી હતી ત્યારે મહિપતસિંહનું પત્તુ કાપીને કેસરીસિંહને ટિકિટ અપાશે તેવી વાતો ચાલી રહી છે ત્યારે મહિપતસિંહે પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરતા જણાવ્યું કે, તેઓ ટિકિટ મળે કે ન મળે અપક્ષમાંથી પણ ચૂંટણી લડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!