33 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી : ભિલોડા બેઠક પર પૂર્વ IPS પી.સી.બરંડા પર ભાજપે ફરી ભરોસો મુક્યો, ભિલોડા બેઠક પર ભાજપનો ભગવો લહેરાવાનો હુંકાર


ભાજપના ચૂંટણી સ્લોગન “ભરોસાની ભાજપ સરકાર” ની જેમ ગત ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારોને રિપીટ કર્યા 

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે પ્રથમ યાદી જાહેર કરતા કુલ 160 ઉમેદવારના નામોની જાહેરાત કરી છે પહેલા તબક્કાની 89 બેઠકો પૈકી 83 બેઠકોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે છ બેઠકોનાં ઉમેદવારોનાં નામ પર મહોર લાગવાની બાકી છે.વર્તમાન 5 મંત્રીઓ સહીત કેટલાક ધારાસભ્યો ટિકિટ કાપી નાખવામાં આવી છે જયારે બીજું બાજુ ગત ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારો પર પણ ભાજપે પહેલી યાદીમાં જાહેર કર્યા છે.અરવલ્લી જીલ્લાની ભિલોડા બેઠક પર ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે 11 હજાર જેટલા મતથી હારનો સામનો કરનાર પૂર્વ આઇપીએસ પી.સી.બરંડાને ટિકિટ આપી ભાજપે ભરોસો દાખવ્યો છે અને જંગી બહુમતીથી ભિલોડા બેઠક પર કમળ ખીલવવાનો હુંકાર કર્યો છે.

Advertisement

અરવલ્લી જીલ્લાની ભિલોડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે ગત વિધાનસભા-2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ર્ડો.અનિલ જોષીયારાને હરાવવા પૂર્વ આઇપીએસ અધિકારી પી.સી. બરંડાને મેદાનમાં ઉતાર્યા હતા જો કે 11 હજાર જેટલા મતથી હારનો સામનો કરવો પડ્યો હતો તેમ છતાં ભાજપના દિલ્હી બેઠેલા શીર્ષ નેતૃત્વએ ફરીથી પૂર્વ આઈપીએસ અધિકારી પી.સી.બરંડા પર ફરીથી વિશ્વાસ મૂકી ટિકિટ આપતા ભિલોડા-મેઘરજના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ભિલોડા આર.જી.બારોટ કેમ્પસ ખાતે પી.સી બરંડાને વાજતે-ગાજતે સ્વાગત કરી, ફુલહાર પહેરાવી સ્વાગત કરી પરિસરમાં ફટાકડા ફોડી એક બીજાનું મોં મીઠું કરાવ્યું હતુંભિલોડા બેઠક પર ભાજપે પૂર્વ આઇપીએસ પી.સી.બરંડાને રિપીટ કરતા તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ભુપેન્દ્ર પટેલ અને અરવલ્લી જીલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરી આ ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરી તેમના પર ભાજપ પક્ષે મુકેલ વિશ્વાસ પર ખરા ઉતારશેને ભાર પૂર્વક જણાવ્યું હતું કોંગ્રેસના ગઢ ભિલોડા બેઠક પર કેસરિયો લહેરાવવા માટે કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!