34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home આંતરરાષ્ટ્રીય Istanbul Explosion: ઈસ્તાંબુલના ગીચ બજારમાં પ્રચંડ વિસ્ફોટ, 6ના મોત અને 53 ઈજાગ્રસ્ત

Istanbul Explosion: ઈસ્તાંબુલના ગીચ બજારમાં પ્રચંડ વિસ્ફોટ, 6ના મોત અને 53 ઈજાગ્રસ્ત

0

ઈસ્તાંબુલમાં જોરદાર વિસ્ફોટ થયાની ઘટના બની હતી. ઈસ્તાંબુલના લોકપ્રિય તકસીમ સ્ક્વેરમાં પર્યટકોમાં થયો હતો. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા જ્યારે 53 લોકો ઘાયલ થયા છે. ભીડભાડવાળા વિસ્તારમાં વિસ્ફોટ થવાને કારણે આસપાસના લોકો ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના બાદ સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો હતો.

જે જગ્યાએ વિસ્ફોટ થયો હતો તેનો વીડિયો સામે આવ્યો છે, જ્યાં ઘણા લોકો રસ્તા પર બેભાન પડેલા જોવા મળે હતા. આ લોકોને અન્ય જગ્યાએ લઇ જવા માટે સ્થાનિક લોકોએ પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ વિસ્ફોટવાળી જગ્યાએ હોબાળો અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. લોકો મદદ માટે બૂમો પાડવા લાગ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!