37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લીની ત્રણેય બેઠક પર કોંગ્રેસ, પણ ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન…તો યુનિવર્સિટી...

અરવલ્લીની ત્રણેય બેઠક પર કોંગ્રેસ, પણ ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન…તો યુનિવર્સિટી કોણે અને કેમ ન આપી..?

0
235

27 વર્ષના શાસનમાં અરવલ્લીને યુનિવર્સિટી નથી મળી.. પણ હવે ઉમેદવારો યુનિવર્સિટીના નામે માંગશે મત.. ત્રણેય બેઠક પર કોંગ્રેસનો કબજો

અરવલ્લી જિલ્લાની રચના થયાને 9 વર્ષ જેટલો સમય વીતી ગયો તો બીજી બાજુ ગુજરાતમાં 27 વર્ષના ભાજપના શાસનમાં જિલ્લાને હજુ સુધી યુનિવર્સિટી નથી મળી ત્યારે આ વખતની ચૂંટણીમાં યુનિવર્સિટી મુદ્દો ચર્ચામાં ચાલી રહ્યો છે. ભાજપના સાંસદે મ.લા.ગાંધી કેળવણી મંડળના પ્રમુખે જાહેર મંચ પરથી યુનિવર્સિટીની માંગ કરી હતી, તેમ છતાં હજુ સુધી કાંઇ થઈ શકયું નથી ત્યારે હવે કોંગ્રેસ, આપ અને અપક્ષના ઉમેદવારો પણ હવે યુનિવર્સિટી માટે કામ કરશે તેવા વાયદાઓ કરે છે.

કેમ થઇ રહી છે અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટીની માંગ
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની 100 થી વધારે કોલેજના વિદ્યાર્થીઓને 150 થી 200 કિ.મી.નું અંતર કાપીને નાના-મોટા કામકાજ માટે પાટણ સુધીના ધક્કા ખાવા પડે છે ત્યારે છેલ્લા ઘણાં સમયથી યુનિવર્સિટીની માંગ ઉઠવા પામી હતી. આ પહેલા સિવિલની માંગ હતી જોકે ખાતમુહૂર્ત થતાં ચૂંટણીમાં યુનિવર્સિટીની માંગ પ્રબળ બની છે.

આ પહેલા બાયડના ધારાસભ્ય જશુ પટલે વિધાનસભામાં યુનિવર્ટીની માંગને લઇને રજૂઆત કરી હતી, તેમ છતાં યુનિવર્સિટીની માંગ સંતોષવામાં આવી નથી, પણ હવે આ વિધાનસભાની ચૂંટણીમાં અરવલ્લી જિલ્લામાં યુનિર્સિટીનો મુદ્દો ચૂંટણી મુદ્દો બની ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!