37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોડાસા : કોંગ્રેસના કોર્પોરેટરોએ શહેરના ખૂણે ખૂણે સફાઈ કરવાની અને જૂની પાણીની...

મોડાસા : કોંગ્રેસના કોર્પોરેટરોએ શહેરના ખૂણે ખૂણે સફાઈ કરવાની અને જૂની પાણીની પાઈપલાઈન બદલવા કરી માંગ, બજેટ એક માયાજાળ

0
548

મોડાસા નગરપાલિકાના નવા વર્ષના રજુ કરેલ બજેટ સામે કોંગ્રેસે આક્ષેપ કરી આંકડાકીય માયાજાળ હોવાનું જણાવ્યું હતું છેલ્લા ત્રણ વર્ષમાં જે જાદુઈ બજેટમાં નાગરપાલિકાની આવક બતાવવામાં આવી રહી છે તેના માત્રને માત્ર 30 ટકા જ આવક થઇ રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસના કાઉન્સિલરોએ કર્યો હતો. આ વર્ષે 95.63 કરોડની આવક અને સામે 87.87 કરોડની જાવક બતાવી છે હકીકત 25 થી 30 કરોડ જેટલી જ જાવક થઇ રહી છે. 87 કરોડ ખર્ચ બતાવવામાં આવ્યો છે. ભાજપ પ્રમુખ જલ્પાબેન ભાવસાર સામે કોંગ્રેસના નગરસેવકોએ માંગણીઓ ધ્યાનમાં રાખી પૂર્ણ કરવા માંગ કરી હતી. કાઉન્સિલરોએ સિટી બસ અને એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા માગણી કરી હતી.

મોડાસા નગરપાલિકા કોંગ્રેસ પક્ષના નેતા હુસેનભાઇ ખાલક અને તેમના કોર્પોરેટરોએ શહેરનો ભૌગોલિક વ્યાપ સતત વધી રહ્યો છે તેની સામે કેટલાક વિસ્તારોમાં નિયમિત સફાઈ થતી ન હોવાથી ગંદકીના થર જામી જતા હોય છે નગરપાલિકામાં નિયમિત સફાઈ કામદારોની નિમણુંક થાય અને દરરોજ સફાઈ કરી શહેરને સ્વચ્છ રાખવા માંગ કરી હતી વધુમાં નગરમાં જે જે વિસ્તારોમાં પાણીની લાઈનોમાં લીકેજ તેમજ અન્ય કારણોસર ગંદા પાણીના પ્રશ્નો વારંવાર ઉભા થાય છે તેવી જગ્યાઓમાં નવીન પાઈપ લાઈન નાખીને કાયમી ધોરણે સમસ્યા દૂર કરવા અને નગરની આગવી પ્રતિભા પ્રાપ્ત મેળવેલ વ્યક્તિઓનું વર્ષમાં એકવાર સન્માનવાનો કાર્યક્રમ યોજવા ઉપર ભાર મૂક્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!