32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ગુજરાતમાં માત્ર એક મતદાર માટે ઊભુ કરાયું મતદાન કેન્દ્ર, વાંચો સંપૂર્ણ વિગત

ગુજરાતમાં માત્ર એક મતદાર માટે ઊભુ કરાયું મતદાન કેન્દ્ર, વાંચો સંપૂર્ણ વિગત

0
169

ગુજરાતમાં, ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન કેન્દ્રોને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓને વધારે પ્રમાણમાં મતદન કરવા માટે પ્રરેણા આપવામાં આવી રહી છે. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા અવસર લોકશાહીનો નામનું કેમ્પેઈન પણ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં રાજ્યના જાણીતી હસ્તીઓ દ્વારા વધારેમાં વધારે લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે.

તો બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પોતાની જવાદારીના ભાગ રુપે રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં મતદાન મથકો બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા માત્ર એક મતદાતા માટે મતદાન મથક બનાવાવમાં આવ્યું છે. ગુજરાતમાં, ચૂંટણી પંચે સોમનાથ જિલ્લાના ગીરના જંગલોમાં એક માત્ર મતદાર માટે મતદાન મથક બનાવ્યું છે. ગાઢ જંગલોમાં આવેલા બાણેશ્વર મહાદેવ મંદિરના મહંત હરિદાસ ઉદાસીન માટે આ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ગીર જંગલ વિસ્તારના આદિવાસી મતદારો માટે વધુ સાત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!