38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines નમસ્કાર મેં રવિશકુમાર, પ્રાઈમ ટાઈમ શો માં હવે નહીં દેખાય, NDTV માંથી...

નમસ્કાર મેં રવિશકુમાર, પ્રાઈમ ટાઈમ શો માં હવે નહીં દેખાય, NDTV માંથી રાજીનામુ

0
206

ભારતીય ટેલિવિઝનનો મોટો ચહેરો એટલે રવિશકુમાર. આજે તેઓ ચર્ચામાં આવ્યા છે, કારણ કે, હવે તેઓ એટલા માટે ચર્ચામાં આવ્યા છે કારણ કે તેમનો પ્રાઈમ ટાઈમ શો ની ખબર માટે નહીં પરંતુ તેમને એન.ડી.ટી.વી. માંથી રાજુનામુ આપ્યું છે. NDTV ના એક્ઝિક્યુટિવ એડિટર રવિશ કુમારે રાજુનામુ આપતા સોશિયલ મીડિયા પર ચર્ચાઓનો દોર શરૂ થયો છે.

છેલ્લા ઘણાં સમયથી રવિશકુમારના રાજીનામાની ચર્ચાઓ ચાલતી હતી ત્યારે બુધવારે તમણે સત્તાવાર રીતે ઈમેલ કરીને રાજીનામુ મોકલી આપ્યું છે. રવિશકુમાર એન.ડી.ટી.વી માં પ્રાઈમ ટાઈમ શો, રવિશ કી રીપોર્ટ, દેશ કી બાત જેવા શો ચલાવતા હતા. તેમના કાર્યક્રમને દર્શકો પસંગ પણ કરતા હતા ત્યારે તમના રાજીનામાથી નિષ્પક્ષ ખબરોનો એક અધ્યાય જાણે સૂર્યસ્ત થયો હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે, પરંતુ જે રીતે રાષ્ટ્રીય ચેનલના કેટલાય ચહેરાઓ પોતાની રીતે અલગ પ્લેટફોર્મ ચલાવી આજે પણ પત્રકાર જગતમાં પોતાનું કામ કરી રહ્યા છે તેવી જ રીતે રવિશ કુમાર આગળ વધે તેવી પણ ચર્ચાઓએ હવે જોર પકડ્યું છે.

હાલમાં રવિશ કુમારને બે વખત પત્રકાર્તવના યોગદાન માટે રામનાથ ગોએન્કા એક્સલેન્સ અવોર્ડ અને રેમન મેગ્સેસ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!