33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home સત્તા સંગ્રામ 2022 પંચમહાલ: શહેરા તાલુકાના નાંદરવા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની...

પંચમહાલ: શહેરા તાલુકાના નાંદરવા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની જાહેરસભા

0
213

શહેરા,
પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભાની ચુંટણી માટે પાચમી તારીખે મતદાન થવાનુ હોવાથી હવે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.શહેરા તાલુકાના નાંદરવા ગામમાં કોંગ્રેસના નેતાઓ જગદિશભાઈ ઠાકોર,ભરતસિંહ સોલંકી,જીજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ સભાને સંબોધન કરશે.જેને લઈને દશામાના મંદિર પાસેના મેદાનમાં કાર્યક્રમને લઈને તડામાર તૈયારી કરી દેવામા આવી રહી છે.શહેરાનો ગઢ જીતવા માટે આ વખતે કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યુ છે.

પંચમહાલ જીલ્લાની શહેરા 124 વિધાનસભા બેઠક પર રાજકીય માહોલ જામ્યો છે.બીજા તબ્બકાની ચૂંટણીના આરે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવામા આવી રહ્યું છે. શહેરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ખાતુભાઈ પગીને ટીકીટ આપી છે.તેમના દ્વારા પણ લોકસંપર્ક કરવામા આવી રહ્યો છે.ચૂંટણી પ્રચારના ભાગરુપે કોંગ્રેસના નેતાઓ શહેરા તાલુકાના નાંદરવા ગામે આવનારા હોવાથી એક કાર્યક્રમ રાખવામા આવી રહ્યો છે.નાંદરવા ખાતે આવેલા લાલ ટેકરી ખાતે કાર્યક્રમને લઈને તડામાર તૈયારી કરવામા આવી છે.જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર તેમજ પુર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના યુવા નેતા જીજ્ઞેશભાઈ મેવાણી પણ આવી રહ્યા છે.અહી એક રોડ શો કાર્યક્રમનું આયોજન પણ કરવામા આવ્યુ છે.ત્યારબાદ મહેમાનો કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગીના સમર્થનમાં એક જાહેરસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમને લઈ શહેરાના કોંગ્રેસના અગ્રણીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.નોધનીય છેકે આ વખતે શહેરા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!