37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજીના બોબીમાતા નજીક રોડ પર ફાયનાન્સ કર્મી પર હુમલો કરી...

અરવલ્લી : શામળાજીના બોબીમાતા નજીક રોડ પર ફાયનાન્સ કર્મી પર હુમલો કરી 2.59 લાખની લૂંટ કરી ત્રણ બુકાનીધારીઓ બાઈક પર ફરાર

0
141

 

ફાયનાન્સ કંપનીના કર્મી પર હુમલો કરી લૂંટની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે

ત્રણે બુકાનીધારી લૂંટારુઓએ ફાયન્સ કર્મીઓની ગતિવિધિની રેકી કરી નિર્જન માર્ગ પર લૂંટી લીધોની ચર્ચા

અરવલ્લી જીલ્લાના શામળાજી પંથકમાં ચોર,લૂંટારુ ગેંગ ધીરે ધીરે બેફામ બની રહી છે શામળાજીના જાબચીતરીયા-બોબીમાતાના અંતરિયાળ માર્ગ પરથી પસાર થતા ફાયનાન્સ કંપનીના કર્મચારીને ત્રણ બુકાનીધારી શખ્સોએ આંતરી માથાના ભાગે ડંડાનો ઘા ઝીંકી કર્મચારી પાસે રહેલ લોન રિકવરીના 2.59 લાખ ભરેલા થેલાની લૂંટ કરી અન્ય બાઈક ચાલક કર્મી પહોંચતા તેના પર પથ્થરમારો કરી બાઈક પર ફરાર થઇ જતા ભારે ચકચાર મચી છે શામળાજી પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે

શામળાજીની ખાનગી ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા અતુલ ભાઈ સોલંકી નામનો કર્મચારી અન્ય કર્મચારીઓ સાથે જુદી-જુદી બાઈક પર લોનના હપ્તા ઉઘરાવી શામળાજી તરફ પરત ફરતા બોબીમાતા થી જાબચિતારીયા તરફના અંદરના રસ્તા પરથી પસાર થતા રોડ પર બાઈક લઇ ઉભેલા ત્રણ બુકાનીધારીઓએ અતુલ ભાઈના માથા પર ડંડાનો ઘા મારતા હેલ્મેટ પર દંડો અથડાતા અતુલ ભાઈ સોલંકી નીચે પડી જતા તેમની પાસે રિકવરીના થેલામાં રહેલા 2.59 લાખ ઝુંટવી લેતા તેમને પકડી રાખતા ઝપાઝપી થતા એક શખ્સે ખંજર જેવું હથિયાર બતાવી લૂંટ કરી ફરાર થતા પાછળ અન્ય રાજુભાઈ ખાંટ નામનો કર્મી આવતા તેના પર પથ્થર મારો કરી ફરાર થઇ જતા ઈજાગ્રસ્ત કર્મીને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો
શામળાજી પોલીસે રાજુભાઈ બુધાભાઈ ખાંટની ફરિયાદના આધારે ત્રણ અજાણયા શખ્શો સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!