38.9 C
Ahmedabad
Thursday, April 18, 2024

અરવલ્લીમાં ગીર જંગલ જેવા દ્રશ્યો : મોડાસાના લાલપુરના ડુંગર નજીક ત્રણ દીપડાની જમાવટ, દીપડા પરીવારની ત્રાડથી લોકો ભયભીત


અરવલ્લીમાં ગીર જંગલ જેવા દ્રશ્યો : મોડાસાના લાલપુરના ડુંગર નજીક ત્રણ દીપડાની જમાવટ, દીપડા પરીવારની ત્રાડથી લોકો ભયભી

Advertisement

ગીરના જંગલ વિસ્તારમાં દીપડા પરિવારના દ્રશ્યો સામાન્યતઃ જોવા મળતા હોય છે અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં દીપડાઓ વસવાટ કરતા હોવાની સાથે શિકાર અને પાણીની શોધમાં એકલ દોકલ માનવ વસ્તી તરફ ધસી આવતા હોવાના કિસ્સા સમયાંતરે બનતા રહે છે એક સાથે ત્રણ દીપડા જવલ્લેજ જોવા મળતા હોય છે મોડાસા તાલુકાના લાલપુર ગામ નજીક ભેંગોડીયા ડુંગર પર એક સાથે ત્રણ દીપડાએ અડ્ડો જમાવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે વનવિભાગ તંત્ર દ્વારા દીપડા પરિવારને પાંજરે પુરવામાં આવેની માંગ પ્રબળ બની છે

Advertisement

મોડાસાના લાલપુર થી વાંટડા જવાના માર્ગ પર આવેલ ભેંગોડીયા ડુંગરની તળેટી પર ત્રણ દીપડા જોવા મળતા લોકોના ટોળેટોળા દીપડા પરિવારને જોવા ઉમટ્યા હતા ખેતીકામ ની સીઝનમાં ત્રણ દીપડા જંગલમાં વિહરતા જોવા મળતા ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે ખેડૂતો ખેતરમાં દિવસ-રાત્રીના સમયે જતા ભય અનુભવી રહ્યા છે થોડા સમય અગાઉ આ વિસ્તારમાં દીપડાએ પશુઓનું મારણ કર્યું હતું થોડો સમય ગાયબ રહ્યા પછી એક સાથે ત્રણ દીપડાની ત્રાડથી સમગ્ર વિસ્તાર ગુંજી રહ્યો છે એક સાથે ત્રણ દીપડાના આંટાફેરા થી લોકોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે
અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં ખૂંખાર જંગલી પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે જેમાં ખૂંખાર દીપડાઓ શીકાર અને પાણીની શોધમાં માનવ વસવાટ તરફ ધસી આવતા હોવાની સાથે પશુઓનું મારણ કરતા હોવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે એક સાથે ત્રણ દીપડાનું આગમન થતા સમગ્ર વિસ્તારના પશુપાલકો ચિંતિત બન્યા છે

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!