28 C
Gujarat
Friday, August 21, 2026
Home ક્રાઇમ અરવલ્લી : નરોડા નવા પોલીસ સ્ટેશન સામે રહેતો બુટલેગર વિક્કી 195 બોટલ...

અરવલ્લી : નરોડા નવા પોલીસ સ્ટેશન સામે રહેતો બુટલેગર વિક્કી 195 બોટલ દારૂ સાથે ઝડપાયો, પીકઅપ ડાલાના ગુપ્તખાનામાં દારૂ ભર્યો હતો

0
167

અરવલ્લી જીલ્લાની આંતરાજ્ય સરહદો પરથી બુટલેગરો વિવિધ વાહનો મારફતે નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે શામળાજી પોલીસે જાબ ચિતરીયા ગામની સીમમાં નેશનલ હાઇવે પરથી પીકઅપ ડાલામાં સીટ નીચે ગુપ્ત ખાનાંમાં સંતાડી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી 39 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી અમદાવાદના વિક્કી નામના બુટલેગરને દબોચી લીધો હતોપ

અમદાવાદ નરોડા નવા પોલીસ સ્ટેશન સામે આવેલ સિદ્ધિ ફ્લેટમાં રહેતો વિક્કી શશીકાંત જ્હા નામનો બુટલેગર પીકઅપ ડાલામાં
ડ્રાઇવર સીટ નીચે ગુપ્તખાનું બનાવી રાજસ્થાનના મોદર ગામના સુરેશ પાસેથી વિદેશી દારૂ ભરી શામળાજી થી અમદાવાદ તરફ જતો હોવાની બાતમી મળતા શામળાજી પોલીસે જાબચિતારીયા ગામની સીમમાં નેશનલ હાઇવે.નં-8 પરથી વોચ ગોઠવી અટકાવી તલાસી લેતા પીકઅપ ડાલાના ગુપ્તખાનામાં સંતાડેલ વિદેશી દારૂ-ક્વાંટરીયા નંગ-195 કીં.રૂ.39682/- નો જથ્થો જપ્ત કરી વિક્કી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂ,ડાલું અને મોબાઈલ મળી રૂ.2.40 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!