પોતાના પાઠ્યપુસ્તકમાં આવતી કવિતા, વાર્તા ના કવિ,લેખક સાથે જો વિદ્યાર્થીઓને વાત કરવાનો મોકો મળે તો કેવી મજા પડે.! મ લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રીજે બી શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ના પાઠ્યપુસ્તકમાં ટિફિન લઘુકથાનો ચાલુ વર્ષે સમાવેશ થયેલો છે. તેમના વિષય શિક્ષક મનીષાબેને ગુજરાતીના આ પુસ્તકમાં લઘુ કથા ના લેખક પ્રેમજીભાઈ પટેલ કે જેઓ સાહિત્યકાર છે. જેમણે 500 ઉપરાંત લઘુકથાઓ લખી છે. લેખક પ્રેમજીભાઈ પટેલ સાથે ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓની ટેક્સ બુક માં આવતી વાર્તા ના લેખક સાથે વાતચીત કરીને વિદ્યાર્થીઓ ધન્યતાનો અનુભવ કરવા લાગ્યા. શાળાના આચાર્ય ડોક્ટર પ્રદીપભાઈ જયસ્વાલ સૌને પ્રોત્સાહિત કર્યા હતા. મંડળના પ્રમુખ નવીનભાઈ મોદી તેમજ શાળાના પ્રભારી મંત્રી પરેશભાઈ મહેતાએ અભિનંદન પાઠવ્યા હતા.





