36 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી: ભિલોડા તસ્કરોનો તરખાટ, મોબાઈલની દુકાન હાથ સાફ કર્યા


તસ્કરરાજ યથાવત,વેપારીઓ અને પ્રજાજનો ભયભીત
પોલીસ પેટ્રોલિંગ વધારવાની તાતી જરૂરિયાત ઉદ્ધવી
ભિલોડામાં મોબાઈલની દુકાનમાં મધ્ય રાત્રે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા
અંદાજીત ₹ 50,000 ની માલમત્તા ચોરાઈ 

Advertisement

શિયાળાની ફુલ ગુલાબી ઠંડીનો ચમકારો વધતા ચોરીઓનો ઉપદ્રવ દિન-પ્રતિ-દિન વધતો જાય છે.તસ્કર ટોળકી સક્રિય રહેતા પોલીસ માટે પડકાર સમાન પુરવાર થાય છે. અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે બજારમાં અને રહેણાંક વિસ્તારોમાં ચોરીઓનો સીલસીલો યથાવત રહેતા વેપારીઓ અને પ્રજાજનો ભયભીત છે. ભિલોડા તાલુકા મથક ખાતે પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ અને રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની તાતી જરૂરિયાત ઉદ્ધવી છે.

Advertisement

ઈડર  – શામળાજી ધોરીમાર્ગ પર આવેલ ભિલોડાના હાર્દસમા કૈલાશ કોમ્પલેક્ષમાં રાત્રી દરમિયાન અંધારાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ મહિમા મોબાઈલ કેર,જયદિપસિંહ અમરસિંહ રાઠોડની દુકાનમાં મધ્ય રાત્રે તસ્કરોએ દુકાનનું શટર તોડીને દુકાન અંદર પ્રવેશ કરીને મોબાઈલ સહિત મોબાઈલ એસેસરીઝનો સામાન વેરવિખેર કરીને નવા અને જુના મોબાઈલ અને એસેસરીઝની ચોરી કરીને અજાણ્યા તસ્કરો પલાયન થઈ ગયા હતા.મોબાઈલની દુકાનમાંથી અંદાજીત રૂપિયા 50,000 ની માલમત્તા ચોરાઈ છે.મોબાઈલની દુકાનમાં ચોરીના બનાવ સંદર્ભે જયદિપસિંહ રાઠોડએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે તાબડતોડ પંચનામુ કરીને વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ ધ્વારા તસ્કરોને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરાઈ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!