32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines રાજસ્થાન-ગુજરાત આંતરરાજ્ય સીમા પર પોલિસનો ચુસ્ત બંદોબસ્ત, રાજસ્થાનથી ટલ્લી થઈને આવ્યા તો,...

રાજસ્થાન-ગુજરાત આંતરરાજ્ય સીમા પર પોલિસનો ચુસ્ત બંદોબસ્ત, રાજસ્થાનથી ટલ્લી થઈને આવ્યા તો, ગયા સમજો

0
299

નવા વર્ષને લઇને ગુજરાત પોલિસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જતાં લોકોને નશો કરીને અથવા તો દારૂ લઇને ગુજરાતમાં પ્રવેશ ન કરે તે માટે પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની બનસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં રાજસ્થાનને જોડતી સીમાઓ પર પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા અરવલ્લી જિલ્લાની પોલિસ નો રાઉન્ડ ધી ક્લોક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ માટે ડીવાયએસપી તેમજ પીઆઈ કક્ષાના અધિકારીઓને તૈનાત કરવામાં આવશે. 31 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે પોલિસ ખડેપગે રહીને રાજસ્થાન તરફથી આવતા વાહન ચાલકોને અટકાવીન બ્રેથ એનેલાઈઝર થકી તપાસ કરવામાં આવશે, અને જો કોઈ વ્યક્તિ નશો કરીને ગુજરાતમાં પ્રવેશ કરશે તો પ્રોહિબિશન અંતર્ગત કાર્યવાહી જિલ્લા પોલિસ કરશે.

પોલિસ બંદોબસ્ત
નવા વર્ષની ઉજવણીને લઇને અરવલ્લી જિલ્લા પોલિસ તંત્રએ અલગ-અલગ ટીમની રચના કરી છે, જેમાં ટ્રાફિક બ્રાન્ચ, LCB, SOG, સ્થાનિક પોલિસ સહિત નો સમાવેશ થાય છે આ ટીમ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરીને નશો કરીને ફરતા લોકોને ઝડપી પાડશે. આ સાથે જ અરવલ્લી જિલ્લા પોલિસ પાસે 300 બ્રેથ એનેલાઈઝર છે, જેનાથી શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવશે અને નશો કરેલ હશે તો કાર્યવાહી કરાશે.

બોર્ડર પર બંદોબસ્ત
અરવલ્લી જિલ્લાની મુખ્ય બોર્ડર જેવી કે, રતનપુર, કાલિયાકુવા, ઝાંઝરી તેમજ ઉન્ડવા બોર્ડર પર પોલિસની ટીમ તૈનાત રહશે, આ માટે 1 પીઆઈ મળી 11 લોકોની ટીમ સાથે એક પોલિસ વાન પણ હશે, જેથી રાજસ્થાન તરફથી આવતા વાહનોની તપાસ કરશે અને નશાખોરોને ઝડપી પાડશે.

Dy.SP. સહિતના અધિકારીની હશે દેખરેખ
ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પેંતરાઓને અટકાવવા માટે અરવલ્લી જિલ્લાની અલગ-અલગ વિસ્તારોમાં Dy.SP. સાથે 40 લોકોની અલગથી ટીમ પણ બનાવાઈ છે, જે પ્રોહિબિશન અંતર્ગત કામગીરી કરશે. આ સાથે જ રાજસ્થાન સાથે જોડાયેલા બોર્ડર વિસ્તારોના ગામડાઓ પર બાજ નજર પણ રાખશે.

ટાઉન અને ગ્રામ્ય વિસ્તારમાં માલેતુજારો પર પોલિસની નજર
સામાન્ય રીતે મોટાભાગના લોકો રાજસ્થાન પહોંચી જતાં હોય છે ત્યારે પોલિસના હાથે લાગી જવાનો પણ ડર રહેતો હોય છે પરંતુ કેટલાક લોકો એવું વિચારતા હોય છે કે તેઓ તેમના ફાર્મ હાઉસ અથવા તો ખેતરમાં પહોંચી પાર્ટી કરશે, તો આવા લોકો માટે પણ ખાસ યોજના પોલિસ બનાવી છે. આવા વિસ્તારોમાં બાતમીદારો એક્ટિવ છે અને આવા બાતમીદારો પણ પોલિસને એલર્ટ કરશે. જેમાં જિલ્લાના તમામ તાલુકા મથકના મોટા રહેણાંક, ફાર્મ હાઉસ તેમજ ખેતરમાં તૈયાર કરેલા મોટા રહેણાંક અથવા તો ફાર્મ પર પોલિસની રડારમાં છે.

મોબાઈલ ટીમ રહેશે અલર્ટ
અરવલ્લી જિલ્લામાં મોબાઈલ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે, કોઈપણ સમયમાં મોબાઈલ ટીમને કોલ મળશે તો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી નશાખોરને પકડી પાડીને કાર્યવાહી હાથ ધરશે.

અરવલ્લી જિલ્લા પોલિસ વડાની અપીલ
અરવલ્લી જિલ્લા પોલિસ વડાએ જિલ્લાની જનતાને અપીલ કરી છે કે, પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરવી, રાજ્યમાં દારૂબંધી છે ત્યારે દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ ન કરવો અને કાયદો હાથમાં ન લેવા માટે પણ ખાસ અપીલ કરી છે, જો કોઈ ઇસમ ઝડપાશે તો પોલિસ કડક કર્યવાહી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!