29.6 C
Gujarat
Friday, July 17, 2026
Home કરંટ ઇશ્યુ વીજળીના યુનિટમાં કરેલો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે અરવલ્લી કલેક્ટરને આવેદન...

વીજળીના યુનિટમાં કરેલો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે અરવલ્લી કલેક્ટરને આવેદન આપતું AAP

0
170

રાજ્ય સરકાર દ્વારા વીજ યુનિટ દરમાં કરેલા ભાવ વધારાને લઇને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો અને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા કલેક્ટરને આમ આદમી પાર્ટીએ આવેદન પત્ર આપી વધારેલો ભાવ વધારો પાછો ખેંચવાની ઉગ્ર માંગ કરી હતી.

આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે,  ગુજરાત વીજ નિયમન પંચે ઉર્જા વિકાસ નિગમ ની ચાર કંપનીઓને ફ્યુલ પ્રાઇસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ અંતર્ગત યુનિટ દીઠ 25 પૈસા નો વધારો ઝીંક્યો છે, જેના કારણે ગુજરાત ના વીજ વપરાશ કર્તાઓ કારોના માથે માસિક 245.8 કરોડ રૂપિયા નો અને વાષિક 2950 કરોડ નો બોજો પડશે. સરકારી પાવર પ્લાન્ટોની ઉત્પાદન ઘટાડી ખાનગી પાવર પ્લાન્ટોને પ્રોત્સાહન આપવાની ગુજરાત સરકાર ની નીતિના વિરોધ માં અરવલ્લી જીલ્લા આમ આદમી પાર્ટી અરવલ્લી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અરવલ્લી જીલ્લા ના બી.ડી. ડામોર અરવલ્લી જીલ્લા માયનોરેટી પ્રમુખ ઉસ્માનલાલા સંગઠન ના રૂપસિહ ભગોરા, મહેન્દ્રસિંહ,નીનામા ગીરીશભાઈ, પ્રોફેસર રાજેન્દ્રસિંહ, બરંડા જીતેન્દ્ર કુમાર, કાન્તિભાઇ, બાબુભાઇ સહિત આમ આદમી પાર્ટીના અરવલ્લી જીલ્લા માયનોરેટી પ્રમુખ ઉસ્માનલાલા પણ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!