35.1 C
Gujarat
Friday, July 17, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ટ્રક કન્ટેનરમાં ગોળના બોક્ષની આડમાં સંતાડેલ 319 દારૂની પેટી શામળાજી...

અરવલ્લી : ટ્રક કન્ટેનરમાં ગોળના બોક્ષની આડમાં સંતાડેલ 319 દારૂની પેટી શામળાજી પોલીસે ઝડપી,13.86 લાખના દારૂ સાથે ડ્રાઇવર જબ્બે

0
149

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબીશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા સતત પ્રયત્નશીલ રહે છે શામળાજી
પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રક કન્ટેનરમાં દારૂ ભરેલ બોક્ષની આડમાં સંતાડેલી વિદેશી દારૂની 4416 જપ્ત કરી ટ્રક ડ્રાઇવરને દબોચી લીધો હતો પોલીસે 21.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પીએસઆઈ વી.ડી.વાઘેલા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક વાહન ચેકીંગ હાથધરતાં રાજસ્થાન તરફથી ટ્રક કન્ટેનરમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારીત ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાં મોટી માત્રામાં ગોળના બોક્ષ ગોઠવી વચ્ચે વિદેશી દારૂ ભરેલી 319 પેટીમાંથી દારૂની બોટલ નંગ-4416 કીં.રૂ.1386240/-નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક રામકિશન સીતારામ નસીબ ગુર્જર (રહે,બન્ના ટેન્સા-પંજાબ) ને દબોચી લઇ ટ્રક, ગોળના બોક્ષ, મોબાઇલ મળી રૂ.21.36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ ભરી આપનાર પંજાબના મોહન મજરાના બુટલેગર કુલવિંદર રવિપાલ ચમાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!