35.1 C
Gujarat
Friday, July 17, 2026
Home HeadLines આમને તો ભારે કરી : મોડાસા Home Mart મોલમાં બિલ પર કલેકટર...

આમને તો ભારે કરી : મોડાસા Home Mart મોલમાં બિલ પર કલેકટર અને ચૂંટણી અધિકારીનો સિક્કો મારી દૂર ઉપયોગનો પર્દાફાશ

0
172

Home Mart નો હુંકાર અમારો સિક્કો ખરાબ થતા આ સિક્કાનો ઉપયોગ કરી રહ્યા છીએ
Home Martમાં પ્લાસ્ટિક બેગના બજાર કિંમત કરતા વધુ કિંમત વસુલવામાં આવતી હોવાની બૂમો ઉઠી રહી છે

અરવલ્લી જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે અને લોકશાહીના પર્વમાં લોકો મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ થાય તેવા ઉમદા હેતુથી મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલ હોમ માર્ટના ગ્રાહકોના ખરીદ બિલ પર ચૂંટણી સુધી ચૂંટણીના દિવસે અચૂક મતદાન કરીએ નો જીલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી નો સરકારી સિક્કો આપવામાં આવ્યો હતો જો કે ચૂંટણી પૂર્ણ થયાના દોઢ મહિના પછી પણ મોલમાં ખરીદી કરતા ગ્રાહકોને કલેક્ટર અને ચૂંટણી અધિકારીના જ સિક્કા મારી આપતા હોવાથી મીડિયા કર્મીઓને ધ્યાને આવતા સરકારી સિક્કાનો દૂર ઉપયોગ થતો હોવાનો પર્દાફાશ કરતા જીલ્લા નિવાસી કલેકટરે તપાસનો આદેશ આપ્યો હતો

મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલા હોમ માર્ટમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને બિલ પર કલેકટર અને ચૂંટણી અધિકારી ના સરકારી સિક્કા મારી આપવામાં આવતા હોવાનું બહાર આવતા તંત્ર દોડતું થયું છે અરવલ્લી જીલ્લા નિવાસી કલેકટરે સમગ્ર ઘટના અંગે ચૂંટણી અધિકારીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે બીજીબાજુ હોમ માર્ટના કર્મચારીએ મીડિયા સમક્ષ હોમ માર્ટનો સિક્કો ખરાબ થતા સરકારી સિક્કો મારી આપતા હોવાનું કબૂલાત કરી હતી મીડિયા હોમ માર્ટ પર પહોંચતા સંચાલકોએ લૂલો બચાવ કરી સમગ્ર ઘટના પર પડદો પાડવાનો નિષ્ફ્ળ પ્રયાસ કર્યો હતો
હોમ માર્ટમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો પણ હોમ માર્ટ દ્વારા ખરીદી બિલ પર સરકારી સિક્કા મારી આપવામાં આવતા હોવાનું જાણી ચોકી ઉઠ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!