35.2 C
Gujarat
Friday, July 17, 2026
Home ગુજરાત પરીક્ષા પે ચર્ચા : મોડાસા ખાતે PM મોદીના પરિક્ષા લક્ષી સંવાદનું આયોજન,...

પરીક્ષા પે ચર્ચા : મોડાસા ખાતે PM મોદીના પરિક્ષા લક્ષી સંવાદનું આયોજન, મંત્રી ભિખુસિંહ પરમાર રહ્યા ઉપસ્થિત

0
113

શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલના સભાગૃહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધ્વારા સમગ્ર દેશના ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી રજુ થતા કાર્યક્રમ “પરીક્ષા પે ચર્ચા” નો જીલ્લા કક્ષાનો કાર્યક્રમ આયોજિત થયો. જેમાં વડાપ્રધાનએ બાળકોને પરીક્ષાના ભયમાંથી મુક્ત બની પોતાની ક્ષમતાઓને ધ્યાનમાં રાખી શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.

આ પ્રસંગે મંત્રી ભીખુસિંહજી પરમાર,સાસંદ દીપસિંહ રાઠોડ, DDO કમલ શાહ તથા અરવલ્લી જીલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી દશરથભાઈ નીનામા, જયેન્દ્રભાઈ ભટ્ટ, પ્રાથમિક નાયબ શિક્ષણાધિકારી શૈલેશભાઈ પટેલ, મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બીપીનકુમાર ર શાહ, મોડાસા કેળવણી મંડળના સૌ પદાધિકારીઓ, મોડાસા કેળવણી મંડળ સંચાલિત શાળાઓના આચાર્યઓ, શિક્ષક ભાઈ-બહેનો, ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ તથા વાલીમિત્રો અને પત્રકારો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!