39 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી: મોડાસા મુકામે મુકબધીર માટે ડિજિટલ માર્કેટિંગ અને લિટરેસી માટેનો તાલીમ વર્ગ યોજાયો


સમાજ સુરક્ષા ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાગ) નાણાં અને વિકાસ નિગમ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા ખાતે સ્થાપન વામાં આવેલ દીવ્યાગજન સશક્તિકરણ કેન્દ્ર (ceda ) દ્વારા શી એન્ડ વિ વુમેન આંત્રપ્રિનિયોરશિપ ફાઉન્ડેશન અમદાવાદ સંચાલિત મોડાસા જી. અરાવલી ખાતે લાયન્સ ક્લબ આઈ.ટી.આઈ માં ત્રણદિવસ નો મુકબધીર માટે ડીઝીટલ માર્કેટિંગ અને સાક્ષરતા માટેનો તાલીમ વર્ગ યોજવામાં આવ્યો જેમાં 30 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો

Advertisement

આ તાલીમ કાર્યક્રમમાં સુલેમાનભાઈ ખાનજી એ ડિઝિટલ માર્કેટિંગ નું મહત્વ, વ્યવસાયના વિકાસ માં સોશ્યલ મીડિયા નો ઉપયોગ, canva અને અન્ય એપ્લિકેશન નો ઉપયોગ, બેનર, પ્રોડક્ટની ફોટોગ્રાફી, વેબસાઈડ વગેરેની પ્રેક્ટિકલ જાણકારી આપી હતી. રાજેશભાઈ સુથાર અને અલ્પેશભાઈ ઝાલા ( બેન્ક ઓફ બરોડા) દ્વારા બેન્કિંગ સેવાઓ, બેન્ક ની વિવિધ યોજનાઓ, ડીઝીટલ ફ્રોડ સમમે ધ્યાન માં રાખવાની બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી

Advertisement

કાર્યક્રમ માં મુકબધીર માટે ટ્રાંસલેટર તરીકે આઈ.ટી.આઈ ના ઇન્સ્ટ્રકટર રાજેશભાઈ, જયેશભાઇ, શ્રીમતી ઉષાબેન, શ્રીમતિ મનીષાબેન અને નવનીતભાઈ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો .આકાર્યક્રમ નું સફળ સંચાલન ચૈતન્ય એન. સોની ( માસ્ટર ટ્રેનર શી એન્ડ વી. આંત્રપ્રિનિયોરશીપ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ આઈ.ટી આઈ. ના ટ્રસ્ટીગણ અને ભરતભાઈ પ્રજાપતિ દ્વારા કાર્યક્રમ માં ખુબ સારો સહયોગ આપવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!