42 C
Ahmedabad
Sunday, May 19, 2024

સ્વેટર પર રેઇનકોટ પહેરવો પડે તેવો માહોલ : અરવલ્લી જિલ્લામાં ભર શિયાળે અષાઢી માહોલ, વરસાદી ઝાપટું પડ્યું, ખેડૂતો ચિંતિત


હવામાન વિભાગે અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી ત્યારે મોડાસા શહેર સહીત જીલ્લાના વાતાવરણમાં વહેલી સવારે એકાએક પલટો આવવાની સાથે વરસાદી ઝાપટું પડતા ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચીંતા પ્રસરી છે મોંઘાદાટ બિયારણ અને ખાતરનો ખર્ચ કરી ગાત્રો થીજાવતી ઠંડીમાં મહામહેનતે વાવેતર કરેલ ખેતીને નુક્શાનની ભીતી સેવાઈ રહી છે

Advertisement

ભર શિયાળે વરસાદી ઝાપટું પડ્યા પછી આકાશે વાદળો ગોરંભાતાં ખેડૂતોના પાકને નુકસાન થયાની ભીતિ સતાવી રહી છે. લોકોને કકડતી ઠંડી સાથે વરસાદી ઝાપટાથી બેવડી ઋતુનો અનુભવ થયો હતો. લોક મૂંજવણમાં મૂકાયા હતા કે, સ્વેટર પહેરવું કે રેઇનકોટ પહેરવો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે તંત્ર દ્વારા ખેડૂતો તેમજ માર્કેટ યાર્ડના વેપારીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!