33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા : નનાનપુર ગામમાં જમીનમાંથી વરાળ નીકળતા તપાસ કરવા પહોંચેલ ફાયરકર્મીની આંખો...

સાબરકાંઠા : નનાનપુર ગામમાં જમીનમાંથી વરાળ નીકળતા તપાસ કરવા પહોંચેલ ફાયરકર્મીની આંખો સામે બ્લાસ્ટ થતા ઈજાગ્રસ્ત 

0
128

સાબરકાંઠા : નનાનપુર ગામમાં જમીનમાંથી વરાળ નીકળતા તપાસ કરવા પહોંચેલ ફાયરકર્મીની આંખો સામે બ્લાસ્ટ થતા ઈજાગ્રસ્ત

નનાનપૂર જમીનમાંથી વરાળ નીકળવાની ઘટનામા ફાયર ઓફિસર બ્લાસ્ટને લઇ ઇજાગ્રસ્ત બન્યા, બ્લાસ્ટનો વિડીયો વાયરલ
સ્થાનિક મહિલાના પગ દાજ્યા

પ્રાંતિજના નનાનુર ગામમાં જમીનમાંથી વરાળ નીકળવાની ઘટના એ ચકચાર મચાવી છે ત્યારે આજે બીજા દિવસે સતત જમીનમાંથી વરાળ નીકળવાનો લઈને સ્થાનિક મહિલાના પગ દાજ્યા હતા, સમગ્ર મામલે પ્રાંતિજ ફાયર બ્રિગેડ ની ટીમને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીન જમીનમાંથી નીકળતી વરાળમાં પાણી છાંટવાનો પ્રયાસ કર્યો હતો પાણી નાખતા સામાન્ય બ્લાસ્ટ થતા ફાયર વિભાગના એક ઓફિસર ઘાયલ થયા હતા.
ઘટનાને પગલે વહીવટી તંત્ર પણ સ્થળ ઉપર પહોંચ્યું હતું તંત્ર દ્વારા જેસીબી બોલાવીને તે વિસ્તારને કોડન કરી દેવામાં આવી છે ગઈકાલથી સતત આ રીતે જમીનમાંથી વરાળ નીકળવાની ઘટના ને લઈને વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. જમીનમાંથી વરાળ નીકળવાના કારણો અકબંધ છે
તંત્ર દ્વારા જમીનમાંથી કયા કારણોસર આ પ્રકારની વરાળ નીકળે છે તેની તપાસ હાથ ધરાયી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!