24 C
Ahmedabad
Monday, May 29, 2023

અરવલ્લી : ચૂંટણીની અદાવત રાખી જાબચિતરીયા ગામમાં ખેડૂત પર ખેતરમાં ગામનાજ 6 શખ્સો લાકડી વડે હુમલો,મારી નાખવાની ધમકી 


 

Advertisement

ભિલોડા તાલુકાના જાબચિતરીયા ગામમાં વિધાનસભાની ચૂંટણી ટાણે થયેલી બોલાચાલી ઝગડાની અદાવત રાખી ગામના 6 શખ્સો ખેતરમાં પાણી વાળી રહેલા ખેડૂત પર લાકડીઓ લઇ તૂટી પડ્યા હતા ખેડૂતને ગડદાપાટુનો માર મારી જાનથી મારી ધમકી આપતા ભારે ચકચાર મચી હતી શામળાજી પોલીસે ખેડૂત પર હુમલો કરનાર 6 સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

 

Advertisement

જાબચિતરીયા ગામના પ્રકાશભાઈ ડાહ્યાભાઈ નીનામા ખેતરમાં પાણી વાળી રહ્યા હતા ત્યારે ચૂંટણી સમયે થયેલ બોલાચાલી ઝગડાની અદાવત રાખી ગામના જ જ્યંતી શકારજી નિનામા,અનિલ વીરજી નિનામા, દિનેશ નાનજી નિનામા,મૌલિક મણિલાલ નિનામા,ગૌરાંગ સળુ નિનામા અને નેહલ જ્યંતી નિનામા ગેરકાયદેસર મંડળી રચી લાકડીઓ લઇ પહોંચી ખેડૂત કઈ વિચારે તે પહેલા લાકડીના ફડાકા ઝીંકી, ગડદા પાટુનો મારમાર મારતા આજુબાજુથી લોકો દોડી આવતા આરોપીઓ બિભસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા

Advertisement

શામળાજી પોલીસે રાજેન્દ્ર બદાજી નિનામાની ફરિયાદના આધારે 6 આરોપીઓ સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!