37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસામાં સીનિયર સિટીઝન રમતવીરોએ બતાવ્યો ઉત્સાહ, હમ ભી કિસી સે...

અરવલ્લી : મોડાસામાં સીનિયર સિટીઝન રમતવીરોએ બતાવ્યો ઉત્સાહ, હમ ભી કિસી સે કમ નહીં

0
452

ગુજરાત સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે ત્યારે મહિલા દિવસ પખાવાળિયું સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધેકારી ની કચેરી દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

અરવલ્લી જિલ્લામાં 60 વર્ષથી ઉપરની મહિલાઓ માટે એથ્લેટિક્સ, ચેસ, યોગાસન એથ્લેટિક સહિતની સ્પર્ધાઓ યોજાઈ

અરવલ્લી જિલ્લાની સિનિયર સિટિઝન 60 વર્ષથી ઉપરની મહિલાઓ માટે એથ્લેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન મોડાસા ની સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરાવામાં આવ્યું હતું ઉપરોક્ત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા થનાર મહિલા ને હવે ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેશે.

રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ,G-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી અરવલ્લી દ્વારા જિલ્લા કક્ષા સિનિયર સીટીઝન 60 બહેનોની વર્ષથી ઉપર 1 એથ્લેટીક્સ 2 યોગાસન 3 ચેસ 4 રસ્સાખેંચ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં 70 જેટલાં l ખેલાડીઓએ ભાગ લીધો હતો ત્યારે આ સ્પર્ધામાં વિજય થનાર ને 1 થી 3 નંબર પણ આપ્યા છે જે વિજેતા ઓ ને મેડલ, પ્રમાણપત્ર થી સન્માન કરવામાં આવ્યું, છેલ્લા બધા ખેલાડીઓ ને ભોજન આપવામાં પણ આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!