37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ધનસુરા માર્કેટયાર્ડના વેપારી પાસે થેલામાં રહેલા 3.30 લાખ લૂંટયા,ઉદેપુર ગામ...

અરવલ્લી : ધનસુરા માર્કેટયાર્ડના વેપારી પાસે થેલામાં રહેલા 3.30 લાખ લૂંટયા,ઉદેપુર ગામ નજીક ઝાડી-ઝાંખરામાંથી લૂંટારુનો વેપારી પર હુમલો

0
175

 

અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ચોર-લૂંટારુઓ બેફામ બન્યા છે ધનસુરા માર્કેટયાર્ડના વેપારી અને તેના ભાઈની એક્ટિવા પર ઉદેપુર ગામ નજીક ઝાડી-ઝાંખરામાં સંતાઈ રહેલા એક લૂંટારુએ ધોકા વડે હુમલો કરી તેમની પાસે રહેલો 3.30 લાખ રૂપિયા ભરેલા થેલાની લૂંટ ચલાવી રાત્રીના અંધારમાં ફરાર થઇ જતા ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે ખસેડી ધનસુરા પોલીસને જાણ કરતા ધનસુરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો રાત્રીના સુમારે ગ્રામ્ય વિસ્તારમાં વેપારી પર હુમલો થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ઉદેપુર ગામના અરવિંદભાઈ પ્રજાપતિ અને તેમના ભાઈ ધનસુરા માર્કેટયાર્ડમાં અનાજ લે-વેચનો વેપાર કરે છે રાબેતા મુજબ બંને ભાઈઓ સોમવારે રાત્રે ધંધાના રૂપિયા 3.30 લાખ થેલામાં મૂકી એક્ટિવા પર ઘર તરફ જઈ રહ્યા હતા ઉદેપુર ગામ નજીક રાત્રીના સુમારે રોડ નજીક ઝાડી-ઝાંખરામાં સંતાઈ રહેલા લૂંટારુએ એક્ટિવા ચલાવતા અનિલભાઈ પર ધોકા વડે હુમલો કરતા લોહીલુહાણ થતા એક્ટિવા ધીમી પાડતા લૂંટારુ એ તકનો લાભ લઇ એક્ટિવા પાછળ બેઠેલા અરવિંદભાઈના હાથમાં રહેલો 3.30 લાખ રૂપિયા ભરેલો થેલો ઝુંટવી અંધારામાં ગુમ થઇ જતા બંને ભાઈઓએ બુમાબુમ કરી મુકતા લોકો દોડી આવ્યા હતા વેપારીઓ ઘરે પહોંચતા ઈજાગ્રસ્ત વેપારીને પરિવારજનોએ સારવાર અર્થે દવાખાને ખસેડી ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી લૂંટારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!