28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines PM મોદી ફરી એકવાર ગુજરાત આવશે, સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ મહાસંગમનો કરશે શુભારંભ

PM મોદી ફરી એકવાર ગુજરાત આવશે, સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ મહાસંગમનો કરશે શુભારંભ

0
113

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર-તમિલ મહાસંગમનો થશે શુભારંભ: પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ
17 થી 30 એપ્રિલ દરમ્યાન સોમનાથ, દ્વારકા સહિતના તીર્થ ક્ષેત્રના સાનિધ્યે સૌરાષ્ટ્ર તામિલ સંગમની થશે રંગારંગ ઉજવણી
તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયના લોકો વિશેષ ટ્રેન દ્વારા મદુરાઇથી સોમનાથ આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. આ વખતે ગીરસોમનાથ ખાતે સૌરાષ્ટ્ર અને તમિલ મહાસંગમના શુભારંભ પ્રસંગે તેઓ ઉપસ્થિત રહેવાના છે. આ માટે તૈયારીઓ તેજ કરવામાં આવી છે.

એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતા સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમ અંગે વાત કરતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી ૧૭ થી ૩૦ એપ્રિલ દરમ્યાન સોમનાથ, દ્વારકા સહિતના તીર્થ ક્ષેત્રના સાનિધ્યે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાશે. સદીઓ જૂના સંબંધોને પુન:ઉજાગર કરતા આ કાર્યક્રમનો શુભારંભ 17મી એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!