37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home શિક્ષણ મોડાસા : સર્વોદય હાઈસ્કૂલના 6 કર્મચારીઓ નિવૃત્ત થતાં વિદાય સમારોહ, યાદગીરી પેટે...

મોડાસા : સર્વોદય હાઈસ્કૂલના 6 કર્મચારીઓ નિવૃત્ત થતાં વિદાય સમારોહ, યાદગીરી પેટે સ્મૃતિ ચિહ્નો ભેટ

0
920

મોડાસા એ શિક્ષણ નગરી તરીકે જાણીતી છે અને તેમાંય મોડાસા કેળવણી મંડળ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ પિરસવાનું કાર્યકરે છે જ્યારે ધી.એમ.એલ. ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ કોલેજ કક્ષાનું જ્ઞાન પિરસવું કાર્ય કરે છે. આ વચ્ચે મોડાસા કેળવણી મંડળ સંચાલિત શ્રી.સી.જી. બુટાલા સર્વોદય હાઈસ્કૂલના એક સાથે 6 કર્મચારીઓ નિવૃત્ત થતાં વિદાય સમારોહ યોજવામાં આવ્યો. સર્વોદય હાઈસ્કૂલ ખાતે યોજાયેલા વિદાય સમારોહમાં 3 શિક્ષક, 1 ક્લર્ક અને 3 પટાવાળાને વિદાય આપીને પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

શિક્ષકોના વિદાય સમારોહમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, અને વિદ્યાર્થીઓ પણ ભાવૂક થયા છે, નિવૃત્ત થયેલા કર્મચારીઓએ તેમણા કાર્યકાળ દરમિયાન કરેલા કામને વાગોળ્યા હતા. આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીન આર.શાહ તેમજ મંડળના આગેવાનો, મોડાસા નગર પાલિકાના ઉપપ્રમુખ અને સર્વોદય હાઈસ્કૂલના આચાર્ય ડો.આર.સી, મહેતા, મોડાસા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ વનિતાબહેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નિવૃત્ત થયેલા શિક્ષકો તેમના કાર્યકાળ દરમિયાન કરેલી કામગીરીને યાદ કરીને હંમેશા બાળકોનો પ્રેમ અને શાળા પરિવાર દ્વારા મળેલ માન-સન્માનને યાદ રાખીશું તેવું જણાવ્યું હતું. નિવૃત્ત થયેલા શિક્ષક આર.જી.વણકરે યાદગાર પળોને યાદ કરી હતી

તો સર્વોદય હાઈસ્કૂલના આચાર્ય ડો.આર.સી.મહેતાએ પણ નિવૃત્ત થયેલા શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી, શું કહ્યું તેમણે સાંભળો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!