25 C
Ahmedabad
Tuesday, May 14, 2024

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી નો જિલ્લા અભ્યાસ વર્ગ મોડાસા ખાતે યોજાયો


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લાનો ‘અભ્યાસ વર્ગ ‘ મોડાસા ની પેલેટ હોટલ ખાતે યોજાયો.અભ્યાસ વર્ગ ના આયોજન મુજબ સવારે ૮:૦૦ વાગે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું.જિલ્લાના તમામ તાલુકામાં થી તાલુકા મહાસંઘના હોદ્દેદારો તથા આમંત્રિત મહેમાનો અને વક્તાઓ નિયત સમયે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શુભ શરૂઆત બી.એ.પી.એસ.ના નિર્મલચરણ સ્વામી તથા મધુરમુનિ સ્વામી ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં બંને મહંતોનુ પ્રેરક આશીર્વચન મળ્યું. ત્યારબાદ અભ્યાસ વર્ગની સમગ્ર દિનની દિનચર્યા ની રૂપરેખા અરવલ્લી જિલ્લાના મહામંત્રી પ્રજ્ઞેશભાઈ શર્માએ પ્રસ્તુત કરી. જેમાં સમગ્ર દિવસ દરમિયાન છ સત્ર માં જુદા જુદા વક્તાઓનું માર્ગદર્શન મળવાનું હતું.

Advertisement

Advertisement

પ્રથમ સત્ર મિનેષ ભાઈ પટેલ અધ્યક્ષ શૈક્ષિક મહાસંઘ અરવલ્લી ને અધ્યક્ષતામાં યોજાયું જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત રાજ્ય પ્રા. શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સંગઠન મંત્રી અરૂણભાઇ જોષી દ્વારા સંગઠનમાં કાર્યકર્તાનું મહત્વ અને કાર્યકર્તા ની મનોભૂમિકા વિષય ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો તેમણે કોઈપણ સમસ્યાના નિરાકરણ માટે પૂર્વ અને પૂર્ણ યોજના ઘડવા થી સફળતા મેળવી શકાય છે, તેથી આયોજનબધ્ધ કાર્ય કરવાની પદ્ધતિ સમજાવી.

Advertisement

ત્યારબાદ બીજુંસત્ર મહેશભાઈ ચૌધરી અધ્યક્ષ , મા. શૈ.મહાસંઘ અરવલ્લી ની અધ્યક્ષતામાં યોજાયું જેમાં અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અરવલ્લી જિલ્લાના કાર્યવાહ એવા નરોત્તમભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમણે સાંસ્કૃતિક મૂલ્યો વધારવા ની જવાબદારી અને પ્રાચીન વારસા નુ જ્ઞાન બાળકોને આપવાની નવી શિક્ષણ નીતિની વાતો દ્વારા વિસ્તૃત છણાવટ કરી. ત્યારબાદ પ્રા. શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સહ સંગઠન મંત્રી પરેશભાઈ પટેલ દ્વારા સદસ્યતા અને પ્રવાસ વિષય ઉપર વિસ્તારથી પ્રકાશ પાડ્યો.સંગઠન નો ઉદ્ભવ અને તેની સ્થાપના, એની કાર્યપદ્ધતિ અને સદસ્યોને કઈ રીતે સાથે રાખી પારિવારિક સંબંધો કેળવીને સંગઠન મજબૂત કરવાનું કામ પ્રત્યેક કાર્યકર્તા કરે. પ્રવાસ દરમિયાન વચ્ચે આવતા તાલુકા જીલ્લાના હોદ્દેદારો ને મળે તેમને હૂંફ અને માર્ગદર્શન મળે તે માટે રૂબરૂ મળવું, ચર્ચા કરવી, સંપર્ક રાખવો અને એકબીજાની નજીક આવવું વગેરે જેવી બાબતો ઉપર નાની-નાની માઈક્રો પ્લાનિંગ ની વાતો સમજાવવા પ્રયત્ન કર્યો.

Advertisement

Advertisement

ત્યારબાદ ત્રીજા સત્રના અધ્યક્ષ તરીકે  ધનજીભાઈ ખોખરિયા. અધ્યક્ષ, મેઘરજ તા.પ્રા.શૈ.મહા.ની અધ્યક્ષતામાં યોજાયું. અતીથિ વિશેષ મોહનભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું તથા મુખ્ય વક્તા  ગૌતમભાઈ ભટ્ટ. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના આચાર્ય વર્ગના ઉપાધ્યક્ષ દ્વારા ખૂબ જ સુંદર અને પ્રેરક વક્તવ્ય આપ્યું . તેમણે શિક્ષણના પડકારો વિષય ઉપર પોતાનું ચિંતન રજૂ કર્યું.શબ્દોના મહિમાથી શરૂઆત કરી માણસોની સાથે કામ કરવું હોય તો માણસો ના પ્રકારો વિશે ચર્ચા કરી ત્રણ પ્રકારના માણસો હોય છે જેમાં કામ કરનારા, કામ નહીં કરનારા અને કામ નહીં કરવા દેનારા. આ ત્રણેય પ્રકારના લોકો સાથે કેવી રીતે કામ કરવું અને શિક્ષણના પડકારો ઝીલી કેવી રીતે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખી શકીએ તેની ખુબ સરસ વાતો કરી તેમણે ધર્મ- શિક્ષણ- માનવીય સંબંધો -શિક્ષણની સમસ્યાઓ- વાલીઓની માનસિકતા અને ખાનગી સંસ્થાઓનો શિક્ષણ વેપલો વગેરે મુદ્દાઓ ઉપર પોતાનું ચિંતન-મંથન રજૂ કર્યું તેમણે દરેક વ્યક્તિને બાળક બનવા અનુરોધ કર્યો.આપણે બાળકોને આપણા જેવા નથી બનાવવા પણ આપણે બાળક જેવું બનવું છે. મા, મહાત્મા અને માતૃભાષા ના મહત્વ ઉપર પ્રકાશ પાડી માતૃભાષાના મહત્વ વિશે ની વાત કરી પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.

Advertisement

બપોર પછીના સેશનમાં ચોથા સત્રની શરૂઆત કરી.જેમાં અધ્યક્ષ- ઉપાધ્યક્ષ ,મહામંત્રી- સહમંત્રી ,સંગઠન મંત્રી કોષાધ્યક્ષ જેવા ચાર ગ્રુપોમાં વહેંચાઈ ચર્ચા-વિચારણા દ્વારા સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો વિશે પ્રકાશ પાડવામાં આવ્યો.

Advertisement

ત્યાર પછી પાંચમુ સત્ર ગિરીશભાઈ પટેલ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ બાયડ ની અધ્યક્ષતા માં યોજાયુ.અતિથિ વિશેષ તરીકે જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી સાહેબ શૈલેષ ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. સંગઠન ની હક સાથે સમાજ પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા થી ખુબજ પ્રભાવિત થયા.DPEO સાહેબ એ નૈતિકતા અને કર્તવ્ય નિષ્ઠા અંગે ખુબજ સુંદર વકતવ્ય આપ્યું હતું.સત્રના મુખ્ય વક્તા મિતેશભાઇ ભટ્ટ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના મહામંત્રી જેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ, તેનો વ્યાવહારિક ઉપયોગ, મર્યાદિત ઉપયોગ અને તેની આચાર સંહિતા વિશે પ્રકાશ પાડ્યો. સોશિયલ મીડિયામાં ખૂબ જ દક્ષ રહી સચોટ સંદેશા મૂકવા જેથી સંગઠનની લોકપ્રિયતા અને સત્યતામાં વધારો થાય. આપણે સૌનો વિશ્વાસ મેળવી શકીએ. પ્રિન્ટ મીડિયાનો ,ટી.વી મીડિયાનો તથા google driveનો સદૂપયોગ facebook, ઈન્સ્ટાગ્રામ વગેરેની વાતો દ્વારા તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવા સૌને માર્ગદર્શન પૂરું પાડયું. સત્ર ના અંતે રાષ્ટ્રીય શૈ. મહાસંઘ ગુજરાત દ્વાર રજુ કરવા માં આવતું મેગેઝિન “શૈક્ષીક દીપ” નુ જિલ્લા કક્ષા એ DPEO સાહેબ ના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

Advertisement

છઠ્ઠા સત્રના અધ્યક્ષ તરીકે મિનેષભાઈ પટેલ. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી ના અધ્યક્ષ રહ્યા તથા અતિથી વિશેષ તરીકે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ ના મહામંત્રી નરેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. એમણે પોતાનું વક્તવ્ય આપ્યું જેમાં તેમણે દેશના ગૌરવશાળી ઇતિહાસ, ત્યારપછીનો સંઘર્ષનો કાળ અને વિદેશી આક્રમણો અને ત્યાર પછી ગુલામીનો અધઃપતન નો કાળ અને મેકોલેની શિક્ષણનીતિ પરની અસરો વિશે પોતાનું ચિંતન રજૂ કર્યું અને ત્યાર પછીના નવ ઉત્થાન માટે વિવેકાનંદજીના પ્રયાસો અને ડો. કેશવ બલિરામ હેડગેવાર ના નવનિર્માણના કાર્યોની શરૂઆત વિશેની અને તેમની વિચારધારાની વાતો કરી. ત્યારબાદ મુખ્યવક્તા તરીકે રતુભાઈ ગોળ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના મહામંત્રી અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સહ સંગઠન મંત્રી. જેમણે અભ્યાસ વર્ગ નું મહત્વ અને અધિકારીઓ-પદાધિકારીઓ સાથેનો વાર્તાલાપ- રજૂઆત વિષય ઉપર માર્ગદર્શન પુરુ પાડ્યું. કાર્યકર્તા પોતાને માટે કઠોર અને બીજાને માટે કોમળ હોવો જોઈએ એવી ઉત્સાહ અને પ્રોત્સાહન પ્રેરક વાતો કરી પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.

Advertisement

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવલ્લી જિલ્લા ના પ્રા. શૈક્ષિક મહાસંઘ ના મહામંત્રી પ્રજ્ઞેશભાઈ શર્મા એ કર્યું. કાર્યક્રમના મુખ્ય પ્રબંધક ની ભૂમિકા ભજવનાર ભાવેશભાઇ પ્રજાપતિ પ્રા. શૈક્ષિક મહાસંઘ અરવલ્લી ના ઉપાધ્યક્ષે ઉપસ્થિત સર્વે મહેમાનો, શિક્ષક બંધુ- ભગિનીઓ નો હ્રદય પૂર્વક આભાર માની આભાર વિધિ કરી. અને છેલ્લે વિરલભાઇ ઉપાધ્યાય .મહામંત્રી માલપુર તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા કલ્યાણ મંત્ર સમૂહમાં બોલાવીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી અને સૌ છૂટા પડ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!