33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : સૂતેલા હનુમાન સાકરીયા મંદિરના 7 કરોડના ખર્ચ નવ નિર્માણ મંદિરનો...

અરવલ્લી : સૂતેલા હનુમાન સાકરીયા મંદિરના 7 કરોડના ખર્ચ નવ નિર્માણ મંદિરનો ભવ્યાતિભવ્ય શિલાન્યાસ મહોત્સવ યોજાયો 

0
550

 

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામે આવેલ સૂતેલા હનુમાન મંદિરનું 7 કરોડથી વધુના ખર્ચે નવ નિર્માણ કરવામાં આવ્યું છે શનિવારે નવનિર્માણ પામતા સ્વયંભૂ અને સૂતા હનુમાનજી મંદિર, સાકરીયા ગામે ભાવ,ભક્તિ અને આસ્થા સાથે ઐતિહાસિક શિલાન્યાસ મહોત્સવ યોજાયો હતો

ગુજરાતનુ એક માત્ર સ્વયંભૂ અને સુતેલા હનુમાનજીનું મંદિર જે અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરીયા ખાતે આવેલું છે ત્યારે પાંડવ કાળ સાથે જોડાયેલું આ હજારો વર્ષ પ્રાચીન મંદિરનું પુનઃ નિર્માણના શિલાન્યાસ મહોત્સવ યોજાયો હતો. શ્રી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ તથા સમસ્ત સાકરીયા ગ્રામજનો દ્વારા અંદાજિત સાત કરોડના ખર્ચે બંસી પહાડપુર પથ્થર પર ભવ્ય નિર્માણ કરાશે. પ્રાચીન મંદિર સ્થાનકે મંદિર ટ્રસ્ટ દ્વારા પુનઃ નિર્માણ પામતા મંદિરની લંબાઈ 71 ફૂટ , પહોળાઈ 61ફૂટ અને ઊંચાઈ 51 ફૂટના બાંધકામ અંદાજિત રૂ 7 કરોડના ખર્ચ ભવ્ય શિખરબંધ્ધ ભવ્ય મંદિર નવ નિર્માણ કરવાની તૈયારીઓ હાથ ધરાઈ છે. શિલાન્યાસની પૂજા વિધિ સોમનાથ મંદિરના પુજાચાર્ય ધનંજય ભાઈ દવે દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો જ્યાં અલગ પાંચ દિશાઓ પ્રમાણે કુર્મ શિલા, ઈશાન શિલા,અગ્નિ શિલા, નૈઋત્ય શિલા, વાયવ્ય શિલાન્યાસ કરવામાં આવ્યો તેમજ શ્રી રામ લખેલા સવા લાખ મંત્રો વાળી પુસ્તક પાયામાં સ્થાપિત કરાઇ હતી સાકરિયા હનુમાનજી દાદાના મંદિરના શિલાન્યાસ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને ભક્તો દાદાના દ્વારે પહોંચી ધન્યતા અનુભવી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!