33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : દેવકીનંદન મહેશ્વરી એક દિવસના રિમાન્ડ પુરા થતા LCBએ કોર્ટમાં રજુ...

અરવલ્લી : દેવકીનંદન મહેશ્વરી એક દિવસના રિમાન્ડ પુરા થતા LCBએ કોર્ટમાં રજુ કરતા જેલના સળિયા પાછળ ધકેલાયો

0
204

દેવકીનંદન કોર્ટમાં બે સ્ટેન્ટ મુકાવી હાજર થયો, કોર્ટે ગુન્હાની ગંભીરતાને પગલે જામીન ના મંજુર કરી રિમાન્ડ પુરા થતા જેલના હવાલે કર્યો
કોર્ટની શખ્ત કાર્યવાહીના પગલે ભૂગર્ભ ઉતરેલા મહાદેવ મહેશ્વરી ક્યારે હાજર થાય છે તે જોવું રહ્યું

મોડાસાના લાલપુર કંપા નજીક આવેલી મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં વિસ્ફોટ પછી ભીષણ આગ લાગતા અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં ગોડાઉનમાં સેન્ટીંગનું કામકાજ કરતા પર પ્રાંતીય ચાર શ્રમિકો ભડથું થઇ ગયા હતા જેમાં મહેશ્વરી બંધુ સામે મનુષ્યવધનો ગુન્હો નોંધાતા બંને આરોપી નાસતા ફરતા હતા દેવકીનંદન મહેશ્વરીને એલસીબી પોલીસે ઘર નજીકથી દબોચી લઇ આરોપીને કોર્ટમાં રજુ કરી સાત દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવતા એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા એલસીબી પોલીસે રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટ આરોપીને જેલના હવાલે ધકેલી દેવાનો આદેશ કર્યો હતો

અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલના જણાવ્યા અનુસાર આરોપી દેવકીનંદન મહેશ્વરીની પૂછપરછ કરી હતી જો કે ગોડાઉનમાં બિલ માલ અને સીસીટીવી કેમેરા સહીત દસ્તાવેજ આગમાં ખાખ થતા હાલ તપાસનો ધમધમાટ શરૂ હોવાનું જણાવ્યું હતું

દેવકીનંદન મહેશ્વરીના એક દિવસના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો કોર્ટે તેના મુકેલા જામીન ફગાવી દીધા હતા અને મોડાસા સબજેલ ખાતે મોકલી આપવાનો આદેશ કરતા માનવવધના આરોપીને જેલના હવાલે ધકેલી દીધો છે અરવલ્લી એલસીબી પોલીસે મહાદેવ મહેશ્વરીને ઝડપી પાડવા અલગ અલગ ટિમો બનાવી વિવિધ સંભવિત સ્થળો પર તપાસનો દોર લંબાવ્યો છે ત્યારે જોવું રહ્યું કે છેલ્લા 17 દિવસથી પોલીસને હાથતાળી આપનાર મહાદેવ મહેશ્વરી કેટલા દિવસ પોલીસ પકડથી દૂર રહે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!