38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લા વાલ્મિકી સમાજ પ્રથમ સમૂહ લગ્ન ધર્મગુરુ, રાજકીય અગ્રણીઓ, સામાજિક કાર્યકર...

અરવલ્લી જિલ્લા વાલ્મિકી સમાજ પ્રથમ સમૂહ લગ્ન ધર્મગુરુ, રાજકીય અગ્રણીઓ, સામાજિક કાર્યકર ની હાજરીમાં સંપન્ન

0
196

અરવલ્લી જિલ્લા મોડાસા શહેરમાં વાલ્મિકી સમાજના પ્રથમ સમૂહ લગ્ન મોડાસા ખાતે યોજાયો હતો, જેમાં ધર્મગુરુઓ કલ્પેશ બાપુ, ગોવિંદરામ બાપુ, દેવાય ધામના ધનેશ્વરી મહારાજ સાથે રાજ્ય મંત્રી ભીખુસીહ પરમાર, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, સામાજિક કાર્યકર ચંદ્રકાંત પટેલ, ભરત ભાટીયા, નરેન્દ્રભાઈ પટેલ, જીવદયાપ્રેમી નિલેશ જોશી હાજર રહ્યા હતા.

સમરસતાના વાતાવરણ માં સમાજના છેવાડાનો માનવી જે કારમી મોંઘવારીમાં મોટા પ્રસંગો કરવા તેના માટે અશક્ય છે, ત્યારે વાલ્મિકી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અરવલ્લી જિલ્લાના પ્રમુખ નારાયણ રાઠોડ અને તેમની ટીમ દ્વારા 12 નવદંપતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન સમારોહમાં વાલ્મિકી સમાજના આજુબાજુ જિલ્લાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. નવદંપતીને નિલેશ જોષી દ્વારા ભગવત ગીતા, બ્રિજેશચંદ્ર દ્વારા ચાંદીની ગણપતિ, લક્ષ્મીજીની મૂર્તિઓ સાથે દાતાઓ દ્વારા વિવિધ સોગાતો આપવામાં આવી હતી. હાજર રહેલા મહાનુભવો સંતો દ્વારા નવદંપતિઓને આસિરવચન આપવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!