અરવલ્લી જીલ્લાના માર્ગ પર સતત અકસ્માતની ઘટનાઓ બની રહી છે મોડાસા શહેરના બાયપાસ રોડ પર આવેલી સહયોગ ચોકડી ના સર્કલ પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બસમાં મુસાફરી કરતા મુસાફરોએ બુમાબુમ કરી મૂકી હતી સદનસીબે મુસાફરો સહીત બંને ડ્રાઇવર અને કંડકટરનો આબાદ બચાવ થયો હતો અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો એસટી બસના અકસ્માતના પગલે મુસાફરો અટવાઈ પડતાં મુશ્કેલીમાં મુકાયા હતા
મોડાસા-માલપુર રોડ પર સહયોગ બાયપાસ ચોકડી પર છાસવારે થતા અકસ્માતની ઘટનાઓ બનતા અકસ્માત નિવારણ માટે સર્કલ ઉભું કરવામાં આવ્યું છે જલઈ-ભાભર એસટી બસ માલપુર તરફથી મોડાસા તરફ પસાર થતા સહયોગ બાયપાસ ચોકડી સર્કલ પરથી પસાર થતા ટ્રક સાથે ભટકાતા બસમાં બેઠેલા મુસાફરોએ ભારે આંચકો અનુભવવાની સાથે બુમાબુમ કરી મૂકી હતી એસટી બસ- ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા અજુબાજુથી લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અકસ્માતના પગલે સહયોગ ચોકડી પર વાહનવ્યવહાર થંભી જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો સદનસીબે અકસ્માતમાં જાનહાની ટળતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો