32.2 C
Gujarat
Monday, August 24, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ 6 વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરી ફરાર કોલવડા ગામના...

અરવલ્લી : LCBએ 6 વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરી ફરાર કોલવડા ગામના આરોપીને હાલોલના ગ્રામ્ય વિસ્તારમાંથી દબોચી લીધો

0
279

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે છ વર્ષ અગાઉ ધનસુરા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળના ગુન્હાના આરોપી કિશોર ઉર્ફે શૈલેષ તખાભાઈ ખાંટને હાલોલના નુરપુરા કાશી તલાવડી ગામમાંથી દબોચી લઇ ભોગ બનનારની અટકયાત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જીલ્લા એલસીબી પોલીસે 6 વર્ષ અગાઉ સગીરાના અપહરણના ગંભીર ગુન્હાનો ભેદ ઉકેલી દીધો હતો

અરવલ્લી જીલ્લા એલસીબી પીએસઆઇ એસ.કે.ચાવડા અને તેમની ટીમે ગુન્હો આચરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા કોલવડા ગામનો કિશોર ઉર્ફે શૈલેષ તખાભાઈ ખાંટ છ વર્ષ અગાઉ સગીરાનું લલચાવી ફોસલાવી અપહરણ કરી ફરાર થઇ જતા ધનસુરા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ સહીત અન્ય કલમ હેઠળ ગુન્હામાં ફરાર હોવથી હાલ આરોપી ભોગ બનનાર સાથે હાલોલ તાલુકાના નુરપુરા કાશી તલાવડી ગામમાં કામકાજ કરતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ બાતમી આધારીત સ્થળ પર પહોંચી કીશોર ઉર્ફે શૈલેષ તખાભાઈ ખાંટ અને ભોગ બનનારને ઝડપી પાડી અટકાયત કરી ધનસુરા પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!