37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાજનીતિ અમારે ત્યાં જે કચરો હતો જે આપ પાર્ટીમાં કાઢી મુકેલા લોકો હતા...

અમારે ત્યાં જે કચરો હતો જે આપ પાર્ટીમાં કાઢી મુકેલા લોકો હતા તે આજે કમલમની અંદર જોડાયા છે – આપનો દાવો 1500નું લિસ્ટ આપો

0
274

ગઈ કાલથી જ એ પ્રકારની વાત વહેતી થઈ હતી કે, આપ પાર્ટીના 3000 જેટલા કાર્યકર્તાઓ આપ પાર્ટીમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આજે કમલમ ખાતે તેમને કેસરીયો ધારણ કર્યો છે જેને લઈને વાત કરતા  આપ પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી મનોજભાઈએે કહ્યું કે, બીજેપી અમારાથી ડરી રહી છે. અમારે ત્યાંથી સસ્પેન્ડ કરેલા લોકો ને તેમને જોડયા છે.

આજે સવારે અમે જોયું ભાજપના કાર્યકર્તાઓને જ ત્યાં  બેસાડવામાં આવ્યા છે. અમને તેઓ ચેલેન્જ આપી શકે તેમ ના હોવાથી આવું નાટક કરી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમનો સમય વેડફીને આવું નાટક કરી રહ્યા છે. અમારે ત્યાં જે કચરો હતો જે આપ પાર્ટીમાં કાઢી મુકેલા લોકો હતા તે આજે ત્યાં જોડાયા છે તેઓ ભાજપ માટે કામ કરતા હતા અને પાર્ટીને ડિસ્ટર્બ કરવાનું કામ કરતા હતા.

1500થી 3000નો આંકડો જે છે એની વાતો તેઓ કરે છે હકીકતમાં એવું કંઈ નથી સારા કાર્યકરો ફાઈટ બીજેપીને આપવા માટે આપ પાર્ટીના સક્ષમ છે. અમે 4થી 5 જણ રીમૂવ કર્યા હતા. અમે લિસ્ટ માંગીએ છીએ. લોકોને ભ્રમિત કરવાની આ વાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!