38 C
Ahmedabad
Sunday, May 19, 2024

સુરત SP વડા ઉષા રાડા એક અધિકારીની સાથે સમાજસેવીકા, જાણો દબંગ અધિકારી વિશે આ વાત


સુરત ગ્રામ્ય ને એક એવા મહિલા અધિકારી મળ્યા છે જેના કારણે આખા જીલ્લામાં શાંતિ,સલામતી અને સુરક્ષા છે. સુરત જીલ્લા પોલીસ વડા તરીકે ઉષા રાડાએ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી સુરત જીલ્લામાં શાંતિ અને સલામતીનો અહેસાસ થઇ રહ્યો છે. કેટલીક એવી ઘટના પણ બની છે પણ એ સમાજના દુશ્મનોને ખુલ્લા પાડી જેલના હવાલે પણ કર્યા છે.

Advertisement

મહિલા અને બાળકોની સુરક્ષાની વાત આવે એટલે ઉષા રાડા સોથી આગળ હોય અને પોત્સાહન આપી હિમત વધારે છે કોરોના કાળમાં લોકોને ઉપયોગી બની છે. ગરીબ શ્રમજીવી પરિવારની માતા વિહોણી દીકરીની મદદે આવ્યા છે ઉષા રાડા અને મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા દીકરીના પિતાને સમજાવી તેમની દીકરીની સુરક્ષા અને અભ્યાસની ચિંતા કરી છે. પિતાએ પણ પોલીસની આ વાતને વધાવી લીધી છે હવે ગરીબ પિતાની દીકરી કામરેજના વાત્સલ્ય ધામમાં જીલ્લા પોલીસ વડાની મદદથી સુરક્ષિત અભ્યાસ કરી શકશે સંપૂર્ણ જવાબદારી વાત્સલ્ય ધામ સંચાલકો એ ઉપાડી છે. થોડા સમય પહેલા એક બાળકીનું કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સાઇકલ સવાર યુવકે અપહરણ કર્યું હતું બાળકીના અપહરણનાં સીસીટીવી બહાર આવતા સુરત જિલ્લાની પોલીસને કામે લગાવી 300થી વધુ સીસીટીવી ચેક કરી અપહરણ કરતાંનાં ચુંગલમાંથી બાળકીને બચાવી તેને પિતાને સુરક્ષિત કબજો આપ્યો હતો પણ મા વીનાની બાળકી પિતા સાથે રહેતી હતી પિતા મજૂરી કામે જતા ત્યારે પર બાળકી એકલી રહેતી હતી અથવા મજૂરી વાળી જગ્યા પર બાળકીના પિતા સાથે લઈ જતા હતા પરંતુ હાલમાં જે રીતે બાળકોને શિકાર બનાવવામાં આવે છે અને બાળકો પર થતા અત્યાચારને લઈ સુરત ગ્રામ્ય એસપી ઉષા રાડા ચિંતિત હતા અને તેઓએ દીકરીના પિતા નો સંપર્ક કરી તેમની દીકરીને સુરક્ષીત જગ્યા અને કોલેજ સુધી ભણાવવાની ખાતરી આપતા પિતા હકારાત્મક જવાબ આપતા હવે આ દીકરીને પણ કામરેજની વાત્સલ્યધામ જે ધામમાં માતાનું વાત્સલ્ય પૂરું પાડે છે એ ધામમાં સુરક્ષિત રહેશે અને અભ્યાસ કરશે. ઉષા રાડા સાહેબને દિલથી સેલ્યુટ કરે છે અને તેમની ફરજ સાથે સમાજ સેવાને પણ બિરદાવે. સાથે જ વાત્સલ્યધામમાં અભ્યાસ કરતા ધોરણ 10 ની બોર્ડની પરિક્ષા નજીક આવી રહી છે ત્યારે પોલીસ અધિક્ષક ઉષા રાડા એ વિધાર્થીઓને આવનારી બોર્ડની પરિક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી અને વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સાથે જ વાત્સલ્ય ધામનાં શિક્ષકોની સેવાને પણ બિરદાવી હતી. માત્ર એક દીકરીની વાત નથી પણ થોડા સમય પહેલા કડોદરાના વરેલી વિસ્તારમાં એક વિધવા મહિલાની હત્યા થઇ હતી અને તેના ત્રણ બાળકો અનાથ બન્યા હતા તેઓને પણ સુરત જીલ્લા પોલીસ વડાની મદદથી કામરેજના વાત્સલ્ય ધામમાં મુકવામાં આવ્યા હતા આ વાત્સલ્ય ધામમાં નિસહાય બાળકોને રહેવા અને શિક્ષણ પૂરું પાડે છે. કોરોના કાળ માં બેરોજગાર બનેલા યુવાનો હોય કે પછી પરિવારથી ત્રાસી કે અન્ય કોઈ કારણ વશ આપઘાત કરવા પ્રેરાતા હતા તેવા લોકો માટે એક હેલ્પ લાઈન શરુ કરી હતી થોભો. જીવન અમુલ્ય છે અને આજ હેલ્પ લાઈન ના કારણે 20 થી વધુ લોકોના જીવ બચ્યા હતા..

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!