38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines CM એટલે કોમન મેન : સામાન્ય વ્યક્તિની જેમ CM ભૂપેન્દ્ર પટેલ વડોદરાની...

CM એટલે કોમન મેન : સામાન્ય વ્યક્તિની જેમ CM ભૂપેન્દ્ર પટેલ વડોદરાની એકતાનગરની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચ્યા, જુઓ Video

0
979

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક વડોદરાની અંદર એકતા નગર ઝૂંપડપટ્ટીમાં ઓચિંતી મુલાકાત લીધી હતી. બહું ભાગ્યેજ આવું જોવા મળતું હોય છે, જેમાં કોઈ સીએમ કોઈ વિસ્તારની ચાલી કે ઝૂંપડપટ્ટીમાં જઈ ત્યાંના લોકોની સમસ્યા જાણે પરંતુ આવું બન્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી વડોદરા શહેરની ઝૂંપડપટ્ટીમાં સ્થાનિકો સાથે ત્યાંના લારી, ગલ્લાવાળા તેમજ સામાન્ય દુકાનદારો સાથે વાત ચીત કરતા જોવા મળ્યા હતા.

મુખ્યમંત્રીનો આ કોઈ કાર્યક્રમ નહોતો પરંતુ અચાનક જ તેમને આ મુલાકાત લીધી હતી સ્થાનિક પ્રશાસનને જાણ કર્યા વિના તેઓ સીધા જ આ ઝૂંપડપટ્ટીમાં પહોંચી ગયા હતા અગાઉ પણ તેઓ અમદાવાદમાં બાંકડા પર બેસીને સામાન્ય માણસની જેમ સ્થાનિકો સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. જો કે, આ વખતે તેઓ ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા હતા. તેઓ ખુદ એક પાયાના કાર્યકર છે. જેથી અહીં તેમને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

સ્થાનિક પ્રશાસન, ધારાસભ્યો, પ્રતિનિધીને કહેવામાં નહોતું આવ્યું કે તેઓ અહીં આવી રહ્યા છે. તેમને સ્લમ વિસ્તારના લોકોને ખુદ જઈને સાંભળ્યા હતા. હંમેશા સાદગી રીતે જોવા મળતા મુખ્યમંત્રી ફરીથી એકવાર લોકો સાથે સીધો સંવાદ કરવા પહોંચતા લોકોમાં એક જ વાતોની અટકળો ચાલતી હતી કે, મુખ્યમંત્રી હોય તો આવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!