38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીને જામનગર એરફોર્સ ખાતે ભાવસભર વિદાય અપાઈ

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીને જામનગર એરફોર્સ ખાતે ભાવસભર વિદાય અપાઈ

0
448
ગુજરાત રાજ્યની બે દિવસિય મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિને જામનગર એરફેર્સ ખાતેથી ભાવસર વિદાય આપવામાં આવી. રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી જામનગરના I.N.S. વાલસુરા ખાતે યોજાયેલ પ્રેસિડેન્ટ કલર્સ સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા બાદ દિલ્હી રવાના થતાં તેમને જામનગર એરફોર્સ પરથી ભાવસભર વિદાય આપવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જામનગર એરફોર્સ ખાતેથી વિદાય આપવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભારતીય વાયુદળના વિશેષ વિમાન મારફતે જામનગર એરફોર્સ ખાતેથી દિલ્હી જવા રવાના થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!